આ વ્યક્તિએ બનાવી ઇલેકટ્રીક જિપ, વીડિયો શેર કરીને આનંદ મહિન્દ્રાને કહ્યું “સર પ્લીઝ નોકરી આપો !” આનંદ મહિન્દ્રાએ ટ્વીટ જોતા જ કહ્યું એવું કે… જુઓ વીડિયો

આપણા દેશની અંદર ઘણા લોકો એવા છે જેમની પાસે એવી અદભુત કળાઓ છે જેના દ્વારા તે કંઈપણ કરી શકે છે. જો કે, ઘણા લોકો પાસે ટેલેન્ટ હોય છે પરંતુ તેને બહાર લાવવા માટેનું કોઈ પ્લેટફોર્મ નથી હોતું. આજે સોશિયલ મીડિયા છે અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો તેમના ટેલેન્ટને બહાર લાવતા હોય છે. ત્યારે હાલ એવા જ એક ટેલેન્ટની ચર્ચાઓ થઇ રહી છે જેમાં એક વ્યક્તિએ ઇલેક્ટ્રિક જિપ બનાવી અને તેનો વીડિયો શેર કરી આનંદ મહિન્દ્રા પાસે નોકરી માંગી છે.

ભારતીય કાર માર્કેટમાં ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ વધી રહ્યો છે. લગભગ તમામ ઓટોમેકર્સ આ સેગમેન્ટમાં નંબર વન બનવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. પરંતુ અમે તમને એવા વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ જેણે ભંગાર સામગ્રીમાંથી ઇલેક્ટ્રિક જીપ બનાવી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પીઢ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને આ જુગાડ જીપ એટલી ગમી કે તેમણે પોતાના અધિકારીઓને ઉત્પાદકનો સંપર્ક કરવા કહ્યું.

ગૌતમ નામના વ્યક્તિએ ભંગાર સામગ્રીમાંથી ઇલેક્ટ્રિક જીપ બનાવી છે. આટલું જ નહીં મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ આ વીડિયોને રિટ્વીટ કરવાથી પોતાને રોકી શક્યા નથી. ભંગાર સામગ્રીમાંથી ઇલેક્ટ્રિક જીપ બનાવનાર આ વ્યક્તિ તમિલનાડુના શિવગંગા જિલ્લાનો છે. ગૌતમે આનંદ મહિન્દ્રાના અગાઉના ટ્વીટના જવાબમાં આ વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે જીપ બનાવતા જોઈ શકાય છે.

આ વીડિયો પોસ્ટ કરતી વખતે તેણે આનંદ મહિન્દ્રા પાસે નોકરીની માંગણી પણ કરી હતી. આનંદ મહિન્દ્રાએ ગૌતમના આ વીડિયોને રિટ્વીટ કર્યો છે. એટલું જ નહીં, તેમણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ઓટોમોટિવ ટેક્નોલોજી અને પ્રોડક્ટ ડેવલપમેન્ટના પ્રેસિડેન્ટ આર વેલુસામીને ગૌતમ સાથે સંપર્કમાં રહેવા કહ્યું.

આનંદ મહિન્દ્રાએ રીટ્વીટ કરીને જણાવ્યું  “આ કારણે હું માનું છું કે ભારત EVsમાં અગ્રેસર હશે. હું માનું છું કે કાર અને ટેક્નોલોજી પ્રત્યેના લોકોના જુસ્સા અને ગેરેજ ‘ટિંકરિંગ’ દ્વારા તેમની નવીનતાને કારણે અમેરિકાએ ઓટો વર્ચસ્વ મેળવ્યું છે. ગૌતમ અને તેના જેવા લોકો ખીલી શકે છે. @Velu_Mahindra કૃપા કરીને તેનો સંપર્ક કરો.”

Niraj Patel