પ્રખ્યાત હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબે ફૂટપાથ ઉપર દિવ્યાંગ વ્યક્તિ પાસે કપાવ્યા વાળ, લોકો કરી રહ્યા છે પ્રસંશા, જુઓ વીડિયો

દરેક વ્યક્તિ પોતાના વાળને લઈને ખુબ જ કાળજી રાખતા હોય છે, તે સારા સલૂનમાં જઈને વાળ કપાવવાનું ઈચ્છે છે અને તેમાં પણ ખાસ મહિલાઓ પોતાના વાળની ખુબ જ કાળજી રાખે છે. ત્યારે મોટાભાગના લોકોનું સપનું હોય છે કે તેમના વાળ પ્રખ્યાત હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ દ્વારા કાપવામાં આવે. ખરું ને?

પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે જાવેદ હબીબે હાલમાં જે કામ કર્યું છે તેને સાંભળીને તમે પણ તેમના વાળ કાપવા માટે નહિ પરંતુ તેમના ગુણ જોઈને ચાહક બની જશો.

 

View this post on Instagram

 

A post shared by Jawed Habib (@jh_hairexpert)

જાવેદ હબીબે ગુરુવારના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જેમાં જોવા મળી રહે છે કે તે કેવી રીતે ફૂટપાથ ઉપર એક નાઈ પાસે વાળ કપાવે છે અને ત્યારબાદ તે નાઈના જ વાળ કાપીને તે લોકોનું દિલ જીતી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Jawed Habib (@jh_hairexpert)

ફૂટપાથ ઉપર વાળ કાપનાર વ્યક્તિ દિવ્યાંગ છે. સોશિયલ મીડિયા ઉપર જાવેદ હબીબના આ કામની ખુબ જ પ્રસંશા થઇ રહી છે. ઘણા લોકોએ તેમના કામને ખુબ જ સારું પણ ગણાવ્યું છે. તો ઘણા તેમને સલામ કરી રહ્યા છે.

Niraj Patel