ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજકાલ ખૂબ ચર્ચાનો વિષય છે અને તેની પાછળનું મુખ્ય કારણ બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા છે. તાજેતરમાં જ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન તે દુબઈ સ્ટેડિયમમાં જોવા મળી હતી, ત્યારબાદ બંને વચ્ચેના સંબંધોની અફવાઓ વધુ ફેલાઈ. હવે હાર્દિક અને જાસ્મિન વિશે સતત ચર્ચાઓ ચાલી રહી છે.

આ દરમિયાન, હાર્દિકની રૂમર્ડ ગર્લફ્રેન્ડે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક હોટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો તેની પોસ્ટ પર લાઈક્સ અને કોમેન્ટ્સ આપવામાં વ્યસ્ત છે. જાસ્મીન વાલિયાએ 5 તસવીરો શેર કરી. આ તસવીરોમાં તે બ્લેક ડ્રેસમાં ધમાલ મચાવતી જોવા મળી રહી છે. તેનો હોટ અવતાર ખૂબ જ આકર્ષક લાગે છે.

તેના પોઝ અને સ્ટાઇલ ચાહકોના દિલ જીતી રહ્યા છે. ચાહકો તેની તસવીરોને સતત લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક હાર્દિક પંડ્યા વિશે કમેન્ટ કરી રહ્યા છે. હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડની હોટ તસવીરો પર એકે કોમેન્ટ કરી લખ્યું, “શું આ ફોટો હાર્દિક પંડ્યાએ ક્લિક કર્યો છે?” બીજા એક યુઝરે કહ્યું, “કોઈ નહીં કહે, હાર્દિક ભાઈની ગર્લફ્રેન્ડ છે.”

અન્ય એક યુઝરે લખ્યુ- “પૃથ્વીની સૌથી હોટ છોકરી” જણાવી દઇએ કે, જાસ્મીન વાલિયા એક બ્રિટિશ સિંગર સાથે સાથે અને ટીવી પર્સનાલિટી પણ છે. લંડનના એસેક્સમાં જન્મેલી જાસ્મિનના માતા-પિતા મૂળ ભારતના છે. તેણે 2010માં એકસ્ટ્રા તરીકે શરૂઆત કરી હતી. વર્ષ 2012માં તે ફૂલ ટાઇમ કાસ્ટ મેંબર બની ગઇ.