આ જાપાની છોકરીને પસંદ આવી ગયા બાજરીનો રોટલો અને ગોળ, આખો દિવસ વિતાવે છે ઊંટોની વચ્ચે.. ભાડે ઊંટ લઈને કરે છે એવું કામ કે તમે પણ કરશો સલામ… જુઓ તસવીરો
ઘણા લોકો વિદેશથી ભારતમાં આવી જાય છે અને ભારતીય સંસ્કૃતિના રંગમાં પણ રંગાઈ જતા હોય છે. વિદેશથી આવેલા ઘણા લોકો કૃષ્ણભક્તિમાં લિન થઇ જાય છે અને પછી પોતાનું કાયમી નિવાસસ્થાન ભારતમાં જ બનાવી લેતા હોય છે. ત્યારે હાલ એવી જ એક છોકરીની કહાની વાયરલ થઇ રહી છે. જે પણ કૃષ્ણભક્તિ અને ભારતના પ્રેમમાં પડેલી જોવા મળી રહી છે.
આ યુવતી જાપાની છે અને રાજસ્થાનના બિકાનેરમાં જોવા મળી રહી છે. જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય છે. આ જાપાની યુવતી છેલ્લા એક મહિનાથી બિકાનેર પાસેના એક નાનકડા ગામ નાળમાં રહે છે. તે મૂળ જાપાનના ટોક્યોની છે અને તેનું નામ મૈગુમી છે.તે આખો દિવસ ગામમાં ઊંટો સાથે જ સમય વિતાવે છે.
આ યુવતીને ભગવાન રાધા કૃષ્ણની જોડી એટલી બધી પસંદ આવી ગઈ કે તેને કેમલ ફેસ્ટિવલ માટે તેને ઊંટોને પણ શણગાર્યા. ઊંટો પર તેને ખાસ રાધા કૃષ્ણનું આર્ટ તૈયાર કર્યું. આ યુવતી રાજસ્થાનમાં રહીને રાજસ્થાની ખાણીપીણી પણ બહુ આનંદથી ખાય છે. મૈગુમી ઉર્ફે મેગીએ એમ પણ જણાવ્યું હતું કે બાજરીનો રોટલો અને ગોળ ખાવામાં બહુ મજા આવે છે.
મેગી અહીંયા રહેતા લોકો અને અહીંયાની સંસ્કૃતિના રંગમાં એવી રીતે રંગાઈ ગઈ છે કે જાણે તે અહીંયાની જ હોય. મેગી બિકાનેર એરફોર્સ સ્ટેશન પાસે રહે છે. તેના મિત્રો સાથે તે ઊંટના ‘હેર કટ’ કરી રહી છે. આ હેર કટ એકદમ યુનિક છે, આ હેર કટથી ઊંટની બોડી પર ડિઝાઇન બનાવવામાં આવી રહી છે, તેણે કહ્યું કે તે ભારતને ખૂબ પ્રેમ કરે છે અને તે ઊંટની પેઇન્ટિંગ બનાવે છે.
તેણે કહ્યું કે તે ભગવાન રાધા-કૃષ્ણની જોડીને પ્રેમ કરે છે અને તેમની પ્રેમ કરવાની રીતથી ખૂબ જ પ્રેરિત છે, તેથી તેણે રાધા-કૃષ્ણ થીમ પર ઊંટને શણગાર્યો છે. મેગીએ ઊંટની એક બાજુએ રાજસ્થાની પોશાક પહેરીને મહિલાઓની કળા કરી છે અને “પધારો મ્હારે બિકાણા પણ લખ્યું છે. તેણીએ કહ્યું કે તે પોતાનો શોખ પૂરો કરવા માટે ઊંટ માલિકને રોજના 500 રૂપિયા આપે છે. આ તમામ ઊંટ 13 જાન્યુઆરીએ વર્લ્ડ ફેમસ કેમલ ફેસ્ટિવલમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.