ભારતના બ્રાહ્મણની દીકરી અમેરિકામાં બની હાઇકોર્ટની પહેલી મહિલા જજ, ભારતીય સંસ્કૃતિને જાળવવા માટે કર્યું એવું કામ કે આખી દુનિયા કરે છે સલામ

અમદાવાદમાં રહેલી જાનકી અમેરિકામાં જજ બની, અમેરિકામાં ગુજરાતનો ડંકો વાગ્યો…આખી સ્ટોરી વાંચીને છાતી ગર્વથી ફુલાઈ જશે

આપણા દેશના ઘણા લોકો વિદેશમાં વસતા હોય છે. વિદેશની ધરતી ઉપર રહીને પણ ઘણા ભારતીયો ભારતનું નામ ગર્વથી રોશન કરતા હોય છે. હાલ એવી જ એક ખબર સામે આવી છે, જેમાં ભારતીય મૂળની એક યુવતીએ અમેરિકામાં રહીને હાઇકોર્ટની જજ બનીને ભારતને ગર્વ અપાવ્યું છે. આ યુવતી છે જાનકી શર્મા. જે મૂળ ભારતીય છે. પેનિંગ્ટન કાઉન્ટીમાં સેવન્થ જ્યુડિશિયલ સર્કિટ માટે તેની પૂર્ણ-સમયના મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ તરીકે નિયુક્ત.

જાનકીએ રામ ચરિત માનસમાં હાથ મૂકીને પોતાના પદના શપથ લીધા. મીડિયા રિપોર્ટ અનુસાર તેમની નવી ભૂમિકામાં જાનકી તમામ ફોજદારી કેસોની પ્રાથમિક સુનાવણી કરશે, ગુનાહિત આચરણ માટે ટ્રાયલ ચલાવશે અને નાના દાવાઓની કાર્યવાહી અને નાગરિક દાવાની કાર્યવાહીની ટ્રાયલની અધ્યક્ષતા કરશે.

ભારતમાં જન્મેલી જાનકી શર્માએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે તેમને સેવન્થ જ્યુડિશિયલ સર્કિટના લોકોની સેવા કરવાનું સન્માન છે અને તે ન્યાયિક નિમણૂક માટે આભારી છે. “એક ન્યાયાધીશ, પ્રથમ અને અગ્રણી, જાહેર સેવક છે, અને જાહેર સેવા એ છે જ્યાં મારું હૃદય છે.” રીપોર્ટ્સ અનુસાર, શર્માએ 2017થી પેનિંગ્ટન કાઉન્ટી પબ્લિક ડિફેન્ડરની ઓફિસમાં સેવા આપી છે. તે લિંકન, નેબ્રાસ્કામાં રહેવા ગઈ, જ્યાં તેણે ડોને યુનિવર્સિટીમાંથી સાયન્સ સ્નાતક અને મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ આર્ટસ તેમ બે ડિગ્રી મેળવી.

પેનિંગ્ટન કાઉન્ટીમાં કામ કરતા પહેલાં, જાનકી શર્માએ યુનિવર્સિટી ઑફ નેબ્રાસ્કા કૉલેજ ઑફ લોમાંથી કાયદાની ડિગ્રી મેળવી અને નેબ્રાસ્કામાં યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જજ થોમસ થૅલ્કેન માટે ટર્મ લૉ ક્લાર્ક તરીકે કામ કર્યું. ન્યાયાધીશ જાનકી શર્માનો જન્મ ભારતના ઉત્તર પ્રદેશ (યુપી) રાજ્યના નાના શહેર મુઝફ્ફરનગરમાં થયો હતો.

ન્યાયાધીશ જાનકીનો જન્મ પુરોહિત પરિવારમાં થયો હતો. જાનકી જણાવે છે કે તે રામાયણ અને ભગવાન રામ અને દેવી સીતા શીખીને મોટી થઈ છે. ન્યાયાધીશ જાનકીના પિતા પંડિત વિશ્વમોહન મહારાજ અને તેમના દાદા બ્રહ્મર્ષિ પંડિત જગમોહન મહારાજ પૂજારી હતા. જાનકી શર્માને તેની ભારતીય સંસ્કૃતિ અને તેની ભારતીય અમેરિકન ઓળખ પસંદ છે.

ન્યાયાધીશ જાનકીએ હિંદુઓના પવિત્ર ગ્રંથ રામાયણના ન્યાયિક શપથ લીધા. જજ જાનકીના હાવભાવ દર્શાવે છે કે તે પોતાની સંસ્કૃતિ, ધર્મ અને દેશ સાથે કેટલી જોડાયેલી છે. સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર તેને ખુબ જ પ્રેમ આપવામાં આવી રહ્યો છે. વિશ્વભરના ભારતીયો તેના આવા હાવભાવ માટે પ્રશંસા કરી રહ્યા છે, અને તે દર્શાવે છે કે તેણી તેની સંસ્કૃતિ અને મૂળનું કેટલું સન્માન કરે છે.

Niraj Patel