બેકલેસ ડ્રેસ પહેરીને મુંબઇના રસ્તા પર નીકળી જાહ્નવી કપૂર, નજર ના હટાવી શકો ના બચાવી શકો
બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલમાં તેની ફિલ્મ “રૂહી”ને લઇને ચર્ચામાં છે. તે હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન સ્પોટ થઇ હતી.
જાહ્નવી કપૂર ફિલ્મના પ્રમોશન લુકમાં નજરે પડી હતી. આ દરમિયાન તેની સાથે તેના કો-સ્ટાર વરૂણ શર્મા પણ નજરે પડ્યા હતા.
જાહ્નવીના લુકને જોઇને બધા જ ચોંકી ઉઠ્યા હતા અને ચાહકો તો તેના પરથી નજર જ હટાવી શકયા ન હતા. જાહ્નવી કપૂર ખુલીને તેની બેક ફ્લોન્ટ કરી રહી હતી. જાહ્નવીએ આ દરમિયાન બેકલેસ શિમરી ટોપ અને પિંક પેન્ટ પહેર્યુ હતું.
જાહ્નવી છેલ્લે નેટફ્લિક્સ પર રીલિઝ થયેલ ફિલ્મ “ગુંજન સક્સેના-ધ કાર્ગિલ ગર્લ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે પંકજ ત્રિપાઠી પણ હતા અને તેમણે જાહ્નવીના પિતાનો રોલ પ્લેે કર્યો હતો.
આ ફિલ્મમાં જાહ્નવીના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. હાલ જાહ્નવી તેની અપકમિંગ ફિલ્મ “રૂહી”ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે વરૂણ શર્મા અને રાજકુમાર રાવ સાથે સાથે પંકજ ત્રિપાઠી પણ જોવા મળશે.
તમને જણાવી દઇએ કે, જાહ્નવી કપૂર પહેલીવાર રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મ એક હોરર કોમેડી ફિલ્મ છે. જે 11 માર્ચે રીલિઝ થશે.
આ પહેલા ફિલ્મ જૂન 2020માં રીલિઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેની રીલિઝ ડેટ લંબાવવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યુ છે, જે લોકોને પસંદ આવી રહ્યુ છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ જાહ્નવીએ “ગુડ લક જેરી”નું પહેલુ શિડ્યુલ પૂર્ણ કર્યું છે. આ ઉપરાંત જાહ્નવી “દોસ્તાના 2” પણ કરી રહી છે. જેમાં તે કાર્તિક આર્યન સાથે સ્ક્રીન શેર કરશે.