આ કેવું પહેર્યું જાન્હવીએ? 7 PHOTOS જોઈને ફેન્સે પૂછ્યા સવાલ…જુઓ
અનિલ કપૂરે ગઈ રાત્રે સોમવારે નાની દીકરી રિયા કપૂર અને કરણ બુલાનીના લગ્નની રિસેપ્શન પાર્ટી રાખી હતી.આ પાર્ટીમાં ઇન્ડસ્ટ્રીમાંથી થોડા ઘણા સિવાય પરિવારના સભ્યો સામેલ હતા.રિયા કપૂરની પિતરાઈ જાન્હવી અને ખુશી પણ રિસેપ્શન પાર્ટીમાં પહોંચી હતી.
જણાવી દઈએ કે બંને બહેનોનો વિડીયો સામે આવતા જ ખુબ જ નિંદા કરવાની શરૂઆત કરી દીધી છે. સોશિયલ મીડિયા પરના યુઝર્સને ઘરના લગ્નમાં પહોંચેલી આ બહેનો નો અંદાજ પસંદ ના આવ્યો.
જણાવી દઈએ કે 14 ઓગસ્ટે રિયા તેના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્નના બંધનથી બંધાઈ છે. અનિલ કપૂરના જુહુવાળા ઘરમાં જ આ લગ્ન થયા. ઇન્ડસ્ટ્રીમાંથી કેટલાક સિવાય પરિવારના બધા સભ્ય હાજર હતા.તેના પછી તેના રિસેપ્શનની પાર્ટી યોજી હતી,
જે ગઈ રાત્રે અનિલ કપૂરના ઘર પર પાર્ટીનું આયોજન કર્યું હતું. પોતાની બહેનની રિસેપ્શન પાર્ટીમાં જાન્હવી અને ખુશી કપૂર પણ શામેલ થઇ.સોશ્યિલ મીડિયાના યુઝર્સ તેમને જોઈને અલગ અલગ કૉમેન્ટ્સ કરતા નજર આવી રહ્યા છે.
અનિલ કપૂરના ઘરની બહાર ગાડીમાંથી ઉતરેલી જાન્હવી કપૂરનો એક વિડીયો સામે આવ્યો છે. તે પાર્ટીમાં શામેલ થવા ઘરની અંદર જઈ રહી છે અને ત્યાં પેપરાજીઓને ઉભી રહીને પોઝ પણ આપે છે. હવે આ વિડીયો પર યુઝર્સએ કોમેન્ટનો વરસાદ કર્યો છે.
એકે કહ્યું છે કે લગ્નમાં આવા કપડાં? બીજા એકે કહ્યું છે કે આવા કપડાં પહેરીને આવતા હોય? એક યુઝર્સે કહ્યું છે કે લગ્નમાં આવ્યા છો કે બીચ પર, આ શું ડ્રેસિંગ સેન્સ છે? હેરાન જતાવતા એક વ્યક્તિ કહે છે કે આ સેલિબ્રિટીઓને ડ્રેસિંગ સેન્સ કંઈક અલગ જ હોય છે, સમય પ્રમાણે ક્યારેય કપડાં જ નથી પહેરતા.
કેટલાક એવા જ કૉમેન્ટ્સ ખુશી કપૂરના વિડીયો પર પણ થયા. ખુશીના વિડીયો પર પણ લોકોએ એ જ સવાલ કર્યો કે તમે લગ્નમાં આવ્યા છો ને? એકે કહ્યું છે કે આ બીચ પર પહેરવા વાળા કપડાં પહેરીને પાર્ટીમાં આવ્યા છો? આ લગ્ન જેવા પ્રસંગમાં આટલા સિમ્પલ કપડાંમાં કેમ છે?
ખુશી અને જાન્હવી કપૂરની સાથે અર્જુન કપૂરની બહેન અંશુલા ને પણ લોકોએ નિશાન બનાવી છે. કોઈકે કહ્યું છે કે શું તે નાઇટી પહેરીને આવી છે લગ્નમાં? રિયાની રિસેપ્શન પાર્ટીની તસવીરો આ સમયે સોશિયલ મીડિયા છવાયેલી છે. અનિલ કપૂરે તેની દીકરી માટે જુહુવાળા બંગલામાં આ ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી રાખી, જ્યાં પરિવારના લોકોએ ખુબ જ આનંદ માણ્યો.
બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની દીકરી અને અભિનેત્રી સોનમ કપૂરની બહેન રિયા કપૂરને લગ્નને થોડા દિવસ જ થયા છે. જો કે, પાર્ટી અને ફંકશનો હાલ જારી છે. ત્યારે રિયાએ ઘરમાં ખૂબ જ સિંપલ રીતે નજીકના મહેમાનો વચ્ચે લગ્ન કર્યા હતા. ત્યાં જ રિસેપ્શન પાર્ટીને પણ પ્રાઇવેટ રાખવામાં આવી હતી. રિયાએ તેના બધા લગ્નના ફંક્શનને ઘણા સાધારણ અને અલગ અંદાજથી અપનાવ્યો હતો.