જામનગરમાં વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ : એક પાયલટનું મોત-એક ઘાયલ, પ્લેનના અનેક ટુકડા થયા-લાગી આગ

ગુજરાતના જામનગરમાં એક ફાઇટર પ્લેન ક્રેશ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના બુધવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે સુવરડા ગામના બાહરી વિસ્તારની છે, જ્યાં જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું અને તેના ઘણા ટુકડા થઈ ગયા હતા. વિમાનના ટુકડા દૂર સુધી પડ્યા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા.

આ અકસ્માતમાં, એક પાયલોટનું સારવાર દરમિયાન દર્દનાક મૃત્યુ થયું છે. વિમાનના ટુકડા ચારે બાજુ વિખેરાઇ ગયા હતા અને આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચ્યુ હતું અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આ દુર્ઘટનામાં એક પાયલટનું ઇજાને કારણે મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય જામનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટના બાદ વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને ક્રેશ પાછળના કારણોની તપાસ શરૂ કરી હતી. ભારતીય વાયુસેના (IAF)એ કહ્યું કે જગુઆર ફાઇટર વિમાન ક્રેશ થવા પાછળ ટેકનિકલ ખામી જવાબદાર હતી. ઉડાન દરમિયાન પાઇલટ્સને આ ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો અને એરફિલ્ડ અને સ્થાનિક વસ્તીને નુકસાન ટાળવા માટે સમયસર વિમાનમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો.

આ પ્રયાસમાં એક પાયલટનો જીવ ગયો જ્યારે બીજો પાયલટ જામનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ANI અનુસાર, જામનગરના કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું કે, “જામનગર જિલ્લામાં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું હતું. એક પાયલોટને બચાવી લેવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવી હતી. વાયુસેનાની ટીમ, ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય ટીમો બચાવ સ્થળ પર હાજર હતી. નાગરિક વિસ્તારને કોઈ અસર થઈ નથી. વિમાન ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું.”

Previous Article

મહાકુંભ વાળી વાયરલ ગર્લ મોનાલિસાના બેડરૂમમાં ડિસ્કશન કરતા જોવા મળ્યા ડાયરેક્ટર સનોજ મિશ્રા, જુઓ વીડિયો

Next Article

કતલખાના જતી મુર્ગીઓ માટે ભગવાન બન્યા પ્રાણી પ્રેમી અનંત અંબાણી, ડબલ પૈસા આપીને ખરીદી લીધી મુર્ગીઓ પછી કહ્યું કે... જુઓ વીડિયો

error: Protected Content!