રુસ-યુક્રેન જંગમાં કૂદી સલમાન ખાનની રુસી ગર્લફ્રેન્ડ, પુતિન માટે કહી દીધી આ મોટી વાત

તાજેતરના દિવસોમાં યુક્રેન-રુસ વચ્ચેની લડાઈ પૂરી દુનિયા માટે ચર્ચાનો વિષય બની ગઈ છે.દુનિયાની નજર બંને વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ટકેલી છે.આ બાબતે અમુક લોકો યુક્રેન તો અમુક લોકો રુસના સમર્થનમાં બોલી રહ્યા છે. એવામાં આ જંગ વચ્ચે સલમાન ખાનની પ્રેમિકા લુલિયા વંતૂર પણ આગળ આવી છે અને પુતિન માટે આ વાત કહી છે.

સલમાન ખાનની રુસી ગર્લફ્રેન્ડ અને મૉડલ લુલિયાએ આ યુદ્ધ વચ્ચે પોતાનો અભિપ્રાય આપ્યો છે અને સોશિયલ મીડિયા પર પોતાની સ્ટોરી શેર કરી છે. લુલિયાએ રુસનું સમર્થન ના કરતા યુક્રેનના સમર્થનમાં પોતાનું મંતવ્ય આપ્યું છે જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Iulia Vantur (@vanturiulia)

યુક્રેનને સપોર્ટ કરતી લુલિયાની સ્ટોરીમાં એક માયુસ થયેલો વ્યક્તિ દેખાઈ રહ્યો છે અને તે કોઈકને ગળે લગાડી રહ્યો છે. જાણવા મળ્યું છે કે તે રુસનો રહેનારો છે. તે વ્યક્તિએ એક પોસ્ટર પણ પકડી રાખ્યું છે જેમાં લખેલું છે કે,”હું એક રુસી વ્યક્તિ છું અને હું તેના માટે માફી માંગુ છું”.

 

View this post on Instagram

 

A post shared by Iulia Vantur (@vanturiulia)

આ સિવાય લુલિયાએ પુતિનના વિરોધમાં પણ મોટી વાત કહી દીધી છે.લુલિયાએ લખ્યું કે,”પુતિન જેવા તાનશાહ, યુદ્ધ અપરાધી રુસનું પ્રતિનિધિત્વ નથી કરતા. રુસી લોકોને દોષ ન આપો”. યુલિયાનો આ અભિપ્રાય સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Iulia Vantur (@vanturiulia)

જણાવી દઈએ કે રોમાનિયાના ઈયાસીમાં જન્મેલી લુલિયા સલમાન ખાનની પ્રેમિકાના રૂપમાં ઓળખવામાં આવે છે.તે એક ટેલિવિઝન પ્રેજેન્ટર, સિંગર, મૉડલ અને અભિનેત્રી છે.લુલિયા બોલીવુડમાં પણ કામ કરી ચુકી છે.વર્ષો પહેલા લુલિયા કામ માટે ભારતમાં આવી હતી અને તેની મુલાકાત સલમાન સાથે થતા બંને ડેટ કરવા લાગ્યા હતા. જો કે બંને માંથી કોઈએ પણ પોતાના રિલેશનને સાર્વજનિક નથી કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Iulia Vantur (@vanturiulia)

Krishna Patel