પહેલા દાદાગીરી અને હવે માફી ! ઇસ્કોન અકસ્માતમાં 10 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલે પોતાના પિતા સાથે ઘટના સ્થળ પર કરી ઉઠક બેઠક

જ્યાં તથ્યએ લોહીના ખાબોચિયાં ભર્યા’તા ત્યાં જ બાપ-બેટાએ કાન પકડી ઉઠકબેઠક કરી, ઘટનાસ્થળે અધિકારીઓ અને FSLની ટીમ પણ ગયેલી

ISKCON Bridge Accident Reconstruction : બુધવારની રાત્રે અમદાવાદમાં એક કાળમુખી ઘટના ઘટી જેને 10 લોકોના જીવ લઇ લીધા, એક ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા જયારે અન્ય એક પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યો હતો તથ્ય પટેલ નામના યુવકે, જેને ઇસ્કોન બ્રિજ પર પુરપાટ ઝડપે પોતાની જેગુઆર કાર ભગાવી અને અગાઉ થયેલા એક અકસ્માતને જોવા માટે ઉભેલા લોકોના ટોળા પર ફેરવી વાળી હતી, જેમાં 9 લોકો મોતને ભેટ્યા હતા હતા અને 10થી વધુ ઘાયલ થયા હતા.

અકસ્માત જોઈને લોકોના રૂંવાડા ઉભા થઇ ગયા :

અકસમાત એટલો ગંભીર હતો કે નજરે જોનારાના તો રૂંવાડા ઉભા થઇ ગયા. તો તેના ઘણા વીડિયો પણ વાયલર થયા અને એ જોઈને લોકો પણ હચમચી ગયા હતા. ઘટના બાદ આરોપી તથ્યને ત્યાં હાજર લોકોએ ખુબ જ માર માર્યો, જેના બાદ તેને સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના સમયે તથ્ય સાથે 5 અન્ય લોકો પણ કારમાં સવાર હતા, પરંતુ તથ્યને માર મારતા જોઈ તે ભાગી છૂટ્યા હતા. જેના બાદ ગઈકાલે પોલીસે તેમની પણ અટકાયત કરી.

તથ્ય પટેલ અને તેના પિતાને સાથે લઈને કર્યું રિકન્સ્ટ્રક્શન:

તો આ મામલામાં પોલીસે આરોપીના પિતાની પણ ધરપકડ કરી હતી. તેમને પણ મૃતકોના પરિવરજનોને ધમકી આપી હતી. ત્યારે પોલીસે આ મામલે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપી સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ ઘટના સ્થળે લઇ જવામાં આવ્યા હતા. ઇસ્કોન બ્રિજ પર સમગ્ર ઘટના કેવી રીતે બની તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટીમ પણ સાથે હતી.

ઘટના સ્થળે ઉઠક બેઠક કરી માંગી માફી :

આ મામલે પોલીસે પણ આરોપી સાથે પુછપરછ કરી હતી. આ ઉપરાંત આરોપી અને તેના પિતાને ખુલ્લા પગે બ્રિજ પર ચલાવવામાં આવ્યા. આ દરમિયાન પિતા પુત્ર બંનેએ બે હાથ જોડીને માફી માંગી હતી અને ઉઠક બેઠક પણ કરી હતી. જેની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. અકસ્માત બાદ તથ્યને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેના બાદ હોસ્પિટલમાંથી સ્વસ્થ થતા જ તેને સરખેજ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો. જ્યાંથી ઘટના સ્થળે લઇ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.

Niraj Patel