અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરીએ પતિ સાથે કરાવ્યુ રોમેન્ટિક મેટરનીટી ફોટોશૂટ, ફ્લોન્ટ કર્યો બેબી બંપ

અજય દેવગનની લાડલી દીકરીએ કરાવ્યું રોમેન્ટિક ફોટોશૂટ, હાલ સારા દિવસો જઈ રહ્યા છે, કેવી સુંદર છે જુઓ PHOTOS

‘દ્રશ્યમ’ ફેમ અભિનેત્રી ઈશિતા દત્તા ટૂંક સમયમાં જ માતા બનવા જઈ રહી છે. અભિનેત્રી તેના પતિ વત્સલ સેઠ સાથે તેના પ્રથમ બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવાની છે. આ પહેલા તે પોતાની પ્રેગ્નેંસીને ખૂબ એન્જોય કરી રહી છે. ત્યારે હાલમાં જ અભિનેત્રીએ પતિ સાથે રોમેન્ટિક મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં બંને ટ્વિનિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે આ દરમિયાન પ્રેગ્નેટ ઈશિતા પેસ્ટલ પિંક સુંદર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. થાઇ-હાઇ સ્લિટ ગાઉનમાં અભિનેત્રી તેના બેબી બંપને ફ્લોન્ટ કરી રહી છે. અભિનેત્રીએ મિનિમલ મેકઅપ સાથે તેના લુકને કંપલીટ કર્યો છે. એક્ટ્રેસની સુંદરતા ઓવરઓલ લુકમાં જોતા જ બની રહી છે. ત્યાં વત્સલ સેઠ પણ પત્ની સાથે મેચિંગ કોટ-પેન્ટમાં ખૂબ જ ડેશિંગ દેખાઈ રહ્યો છે.

બેબી બંપ ફ્લોન્ટ કરતી વખતે ઇશિતા તેના પતિ સાથે અલગ અલગ પોઝ આપી રહી છે. આ વીડિયોને શેર કરતાં ઈશિતાએ કેપ્શનમાં લખ્યું- ખુશીનું વર્ણન કરવું મુશ્કેલ છે ! ચાહકો કપલના આ વીડિયોને જોરદાર ખૂબ પસંદ કરી રહ્યા છે અને એક્ટ્રેસના લુકના વખાણ પણ કરી રહ્યા છે. હાલમાં જ ઈશિતા દત્તાએ પોતાની પ્રેગ્નેંસી વિશે વાત કરતાં કહ્યું હતું કે, ‘મારા જીવનનો આ નવો તબક્કો ખૂબ જ સુંદર, રસપ્રદ અને અલગ છે. શ્રેષ્ઠ પાર્ટ બાળકની કિક છે.

મેં હંમેશા તેના વિશે સાંભળ્યું છે, પરંતુ મને લાગે છે કે જ્યારે તમે તેને અનુભવો છો, ત્યારે તમને ખ્યાલ આવશે કે તે કેટલું સુંદર છે. મજાની વાત એ છે કે તે મોટાભાગે રાત્રે થાય છે, તેથી સામાન્ય રીતે રાત્રે ઊંઘ આવતી નથી, કારણ કે નાનું બાળક ઊંઘતું નથી. જણાવી દઇએ કે, ઈશિતા દત્તા એક અભિનેત્રી અને મોડલ છે. તે વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દ્રશ્યમ’ માટે જાણીતી છે. તે 2022માં ‘દ્રશ્યમ 2’માં પણ જોવા મળી હતી.

આ ફિલ્મમાં તેણે અજય દેવગનની દીકરીનો રોલ કર્યો હતો. તેણે ટીવી શો ‘એક ઘર બનાઉંગા’, ‘બેપનાહ પ્યાર’ અને ‘થોડા સા બાદલ થોડા સા પાની’માં પણ કામ કર્યું છે. ઈશિતા અને વત્સલ એકબીજાને ડેટ કરતા હતા અને તે બાદ બંનેએ 28 નવેમ્બર 2017ના રોજ લગ્ન કરી લીધા. જે બાદ કપલે 31 માર્ચ 2023ના રોજ ઇશિતાની પ્રેગ્નેંસીની જાહેરાત કરી. ત્યારે હવે લગ્નના 6 વર્ષ બાદ ઈશિતા માતા બનવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

Shah Jina