રોયલ પ્રિન્સેસ બની મેટ ગાલામાં પહોંચી ઇશા અંબાણી, ગળામાં પહેર્યો માતાનો 136 કેરેટનો શાહી નેકલેસ

મેટ ગાલા 2025માં છવાઇ ઇશા અંબાણીસ પહેરી માતાની શાહી જ્વેલરી, 136 કેરેટ હીરાનો હાર જોઇ આંખો ચાર થઇ જશે

શાહરૂખ ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી સિવાય નીતા-મુકેશ અંબાણીની લાડલી ઈશા અંબાણીએ પણ મેટ ગાલા 2025માં ગ્લેમર ઉમેર્યું. અંબાણી પરિવારની લાડલી રોયલ પ્રિંસેસ બની આ ઇવેન્ટમાં પ્રવેશી હતી. ઈશા અંબાણીના લુકે બધાનું દિલ જીતી લીધું.

હવે ઈશાનો આ લુક ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. થીમ પ્રમાણે ઈશાનો લુક ખૂબ જ ખાસ રહ્યો. મેટ ગાલા રેડ કાર્પેટ પર ઈશા અંબાણીએ બ્લેક બેલ બોટમ પેન્ટ, હોલ્ટર સ્ટાઇલ ટોપ અને લોન્ગ શ્રગ કેરી કર્યો હતો. તેના આઉટફિટને મોતી અને સોનાના દોરાનો ઉપયોગ કરીને ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

આખો આઉટફિટ મોતી-પથ્થરની ભરતકામથી શણગારવામાં આવ્યો હતો. આ આઉટફિટ પશ્ચિમી ટેલરિંગ અને ભારતીય કારીગરી બંનેનું મિશ્રણ હતું. તેનો સુંદર લુક “Tailored for U” થીમ પર આધારિત હતો. જણાવી દઈએ કે ઈશાનો આ આઉટફિટ ભારતીય ડિઝાઇનર અનામિકા ખન્નાએ ડિઝાઇન કર્યો છે.

એટલું જ નહીં, ઈશા અંબાણીએ આ આઉટફિટ સાથે વિન્ટેજ કાર્ટિયર ડાયમંડ નેકલેસ પહેર્યો હતો, જે તેના લુકને વધુ ખાસ બનાવી રહ્યો હતો. આ લુકમાં ઈશા રાજકુમારી જેવી લાગી રહી હતી.

ઈશાએ તેની માતા નીતા અંબાણીનો શાહી હાર પહેર્યો હતો. તેનો નેકલેસ સોલિટેયર હાર મશહૂર Cartier Toussaint Necklace થી પ્રેરિત છે. ખાસ વાત એ છે કે આ ગળાનો હાર 136 કેરેટનો હોવાનું કહેવાય છે. તેને Queen of Holland કહેવામાં આવે છે.

મળતી માહિતી મુજબ, આ હાર મૂળ નવાનગર (આધુનિક જામનગર) ના રાજા રણજીતસિંહજી વિભાજી જાડેજા દ્વારા બનાવવામાં આવ્યો હતો જે તેમના દેશનિકાલ પછી ખોવાઈ ગયો હતો,

 

View this post on Instagram

 

A post shared by Mahrukh Dar (@fashionjournalbym)

જોકે બાદમાં કાર્ટિયરે જૂના ફોટોગ્રાફ્સ અને હારના સ્કેચ નોટ્સની મદદથી તેને ફરીથી બનાવ્યો હતો. ટિમ એન્ડ કંપની ડાયમંડ્સ અનુસાર, આ ગળાનો હાર 100 મિલિયન યુએસ ડોલરથી વધુનો છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Previous Article

કિયારા અડવાણી સાથે વધુ એક સ્ટારે મેટ ગાલા 2025માં બતાવ્યો બેબી બંપ- તસવીરો થઇ વાયરલ

Next Article

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને મળી જાનથી મારી નાખવાની ધમકી, માગ્યા એક કરોડ રૂપિયા- તપાસમાં જોડાઇ પોલિસ

error: Unable To Copy Protected Content!