ત્રીજીવાર ગર્ભવતી છે કરીના કપૂર ખાન ? લાખ છુપાવવા છતાં પણ દેખાઈ ગયો બેબી બમ્પ

બોલીવુડ અભિનેત્રી અને પટૌડી ખાનદાનની બેગમ એવી કરીના કપૂર ખાન અવાર નવાર કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે. બે બાળકોની માં હોવા છતાં પણ કરીનાની ફિટનેસ અને સુંદરતામાં કોઈ કમી નથી આવી. માં બન્યા પછી પણ કરીનાએ પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખ્યું હતું. કરીનાએ પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ બીજી ગર્ભાવસ્થાના સમયે જ પૂર્ણ કરી લીધું હતું.

હાલ કરીના પતિ સૈફ અલી ખાન સાથે લંડનમાં વેકેશનની મજા માણી રહી છે. કરિનાની સાથે તેના બંને બાળકો, બહેન કરિશ્મા કપૂર અને મિત્ર અમૃતા અરોરા પણ લંડનની મજા માણી રહ્યા છે. જયારથી કરીના લંડન પહોંચી છે ત્યારથી લઈને તે સતત પોતાની તસવીરો શેર કરતી રહી છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહી છે.

એવામાં તાજેતરમાં જ કરીનાની લંડન ટ્રિપની નવી તસ્વીર સામે આવી છે જેને જોઈને ચાહકો હેરાની વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે શું કરીના ત્રીજી વાર મા બનવાની છે? સામે આવેલી આ તસ્વીરમાં બેબો સૈફ અલી ખાન અને અન્ય એક મિત્ર સાથે ચીલ કરતી દેખાઈ રહી છે. તસવીરમાં બેબોએ બ્લેક ટોપ પહેર્યું છે અને સાઈડ પર્સ પણ કેરી કર્યું છે.

તસ્વીરોમાં કરિનાનું પેટ ખુબ વધેલું છે જેને જોઈને લાગી રહ્યું છે કે તે ગર્ભવતી છે. કરીનાએ પોતાના હાથમાં કોફીનો ગ્લાસ પકડીને પોઝ આપ્યા છે જેને જોઈને લાગી રહ્યું છે કે કરીના પોતાનું બેબી બમ્પ છુપાવવાની કોશિશ કરી રહી છે. કરિનાની આ તસવીર સામે આવતા જ લોકોએ કમેન્ટનો વરસાદ કર્યો છે અને પૂછ્યું કે શું બે બાળકોની માં કરીના ત્રીજી વાર ગર્ભવતી છે?

તસ્વીર પર અમુક લોકો તેના ત્રીજી વાર માં બનવાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે જ્યારે અમુક ત્રીજી વાર માં બનવા પર તેની મજાક ઉડાવી રહ્યા છે જ્યારે અમુક લોકોએ તસવીરને એડિટિંગ હોવાનું કહ્યું છે. આ વાતમાં કેટલી હકીકત છે એ તો કરીના જ જણાવી શકે છે. હાલ કરીનાએ આ બાબત પર કોઈ જ રિએક્શન નથી આપ્યું. કરિનાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે, ફિલ્મમાં આમિર ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોએ ખુબ પસંદ કર્યું હતું.

Krishna Patel