ક્રિકેટના મેદાન પર સુંદર હસીનાઓને પોતાના કેમેરામાં કેદ કરનારા કેમેરામેનને ઈરફાન પઠાણે ઝડપી પાડ્યો, જુઓ વીડિયો શેર કરીને શું કહ્યું ?

“આ ભાઈ એજ છે જે બધાને વાયરલ કરી દે છે”, ઇરફાન પઠાણે પોતાના વીડિયોમાં બતાવ્યો મેદાનમાંથી સુંદર ચહેરાઓને કેમેરામાં કેદ કરનારો કેમેરામેન, જુઓ વીડીયો

ક્રિકેટના ચાહકો દુનિયાભરમાં પડેલા છે અને તેમાં પણ ભારતમાં તો તમને ક્રિકેટ પ્રેમીઓ દરેક ઘરમાંથી મળી જશે. જયારે મેચ હોય છે ત્યારે ઘણા લોકો પોતાના કામધંધા છોડીને પણ મેચ જોવામાં લાગી જતા હોય છે. ત્યારે જયારે આપણે લાઈવ મેચ જોતા હોઈએ ત્યારે ક્રિકેટની સાથે સાથે સુંદરતાના પણ દર્શન થતા જોવા મળતા હોય છે. કેમેરામેન તમને અંતરાલમાં સ્ટેન્ડમાં બેઠેલી કેટલા સુંદર ચહેરાઓ પણ બતાવતા હોય છે.

ઇન્ટરનેટ પર પણ આવી ઘણી સુંદર છોકરીઓની તસવીરો અને વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે લોકો કેમેરામેન માટે પણ જોક્સ બનાવતા હોય છે. પરંતુ અત્યાર સુધી એ સામે નહોતું આવ્યું કે આવી સુંદર હસીનાઓના ચહેરાઓ કેમેરામાં કોણ કેદ કરતું હશે, પરંતુ હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલમાં કોમેન્ટ્રીમાં પોતાનો દમખમ બતાવી રહેલા ઇરફાન ખાને એ કેમેરામેનને ઝડપી પાડ્યો છે જે આ સુંદર ચહેરાઓને કેમેરામાં કેદ કરે છે.

ઈરફાન પઠાણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે મેચ દરમિયાન આવા સુંદર ચહેરાઓને કેદ કરનાર કેમેરામેનને કેદ કર્યો છે. આ વીડિયોમાં ઈરફાન પઠાણ જે વ્યક્તિની વાત કરી રહ્યો છે તેનું નામ પ્રસન્ના પ્રધાન છે, જે સ્ટાર સ્પોર્ટ્સમાં કેમેરામેન તરીકે કામ કરે છે. જો કે, વીડિયોમાં પ્રસન્ના પ્રધાન આવી કોઈ પણ વાત પર વિશ્વાસ કરવાનો ઈન્કાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ માત્ર તેમનું કામ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Irfan Pathan (@irfanpathan_official)

તમને જાણવી દઈએ કે હાલમાં જ પૂર્ણ થયેલા ટી20 વિશ્વ કપ દરમિયાન પણ કેમેરામેને આવા ઘણા ચહેરાઓ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. જે ખુબ જ વાયરલ પણ થયા હતા. આ દરમિયાન પાકિસ્તાનની એક યુવતીની તસવીર પણ ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ હતી અને લોકો પણ તેના વિશે જાણવા માંગતા હતા.

Niraj Patel