આમિર ખાનની લાડલએ આ હેન્ડસમ છોકરા સાથે કરી લીધી સગાઈ, વીડિયો થયો વાયરલ, જુઓ

આમિરની દીકરીએ સગાઇ કરતા જ બોયફ્રેન્ડને ચોંટી પડી, કિસ પર કિસ ચોડવા લાગી જુઓ તસવીરો

મનોરંજન જગતમાંથી એક ખુબ જ સારા સમાચાર આવ્યા છે, બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનની દીકરી આઇરા ખાને હાલમાં જ સગાઈ કરી લીધી છે. આઇરા તેના બોયફ્રેન્ડ નૂપુર શિખર સાથે સગાઈના બંધનમાં બંધાઈ ગઈ છે. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આઇરાની સગાઈની જાણ થતા જ ચાહકો તેને શુભકામનાઓ આપી રહ્યા છે. ચાહકો ઉપરાંત ઘણા સેલેબ્સ પણ તેને શુભકામનાઓ આપતા જોઈ શકાય છે.

પ્રખ્યાત આયર્ન મેન ઇટાલી શો દરમિયાન નૂપુર શિખરે તેની પ્રેમિકા આઇરાને પ્રપોઝ કર્યું હતું. વીડિયોમાં તમે ફિટનેસ ટ્રેનર નુપુરને રેસના કોસ્ચ્યુમમાં તેની ગર્લફ્રેન્ડ આઇરાની નજીક આવતા જોઈ શકો છો. તે આઇરાને ચુંબન કરે છે. પછી નૂપુર, ફિલ્મી શૈલીમાં ઘૂંટણ પર બેસીને, બોક્સમાંથી વીંટી કાઢે છે અને લેડીલવ આઇરાને પહેરાવે છે. નૂપુરના આ ફિલ્મ પ્રપોઝલ જોઈને આઇરા ખુશ થઇ ગઈ. તે તરત જ પ્રસ્તાવ સ્વીકારે છે અને નૂપુર તેને વીંટી પહેરાવી દે છે. આ પછી કપલ રોમેન્ટિક બની જાય છે. આઇરા નૂપુરને કિસ કરે છે.

આઇરા અને નુપુરના સ્વીટ પ્રસ્તાવને જોઈને ત્યાં હાજર લોકોએ તાળીઓ પાડી. આઇરા અને નૂપુરની સગાઈનો આ વીડિયો ચાહકોમાં વાયરલ થઈ રહ્યો છે. દરેક લોકો કપલને અભિનંદન આપી રહ્યા છે. આ સુંદર વીડિયોને ઈન્સ્ટા પર શેર કરતી વખતે આઇરાએ લખ્યું- પોપાયઃ તેણે હા કહ્યું. આઇરા: હાહાહા, મેં હા કહ્યું.

સેલેબ્સ પણ આઇરાને અભિનંદન આપી રહ્યા છે. રોહમને દંપતીને અભિનંદન પાઠવ્યા હતા. તે જ સમયે, ફાતિમા સના શેખે લખ્યું – આ મેં જોયેલી સૌથી મીઠી વસ્તુ છે. ઉફ્ફ, નુપુર ખૂબ જ ફિલ્મી છે. ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા, હુમા કુરેશી, રિયા ચક્રવર્તી, સારા તેંડુલકર, હેઝલ કીચે પણ આઇરા-નુપુરને અભિનંદન પાઠવ્યા છે.

આઇરા અને નુપુર 2020થી રિલેશનશિપમાં છે. બંનેની જોડી ચાહકોની પસંદ છે. આ કપલ સોશિયલ મીડિયા પર એક સાથે ફોટા શેર કરતા રહે છે. આયરા અને નુપુર કપલ ગોલ આપે છે. તેમની કેમેસ્ટ્રી ગજબની છે. આઇરાના પરિવારને પણ નૂપુર ઘણો પસંદ છે. આઇરા અને નુપુર સાથે ફરવા પણ જાય છે. બંને ફરવાના શોખીન છે. તેમનો રોમાંસ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. નૂપુર ફિટનેસ ટ્રેનર છે. આઇરા આમિર ખાન અને રીના દત્તાની દીકરી છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

Niraj Patel