પુષ્પાની જેમ લાલ ચંદનની ચોરી કરી રહેલા ચોરના પકડાઈ જવા ઉપર IPS અધિકારીએ કરી એવી ટ્વીટ કે થઇ ગઈ જોરદાર વાયરલ, જુઓ

સોશિયલ મીડિયામાં પુષ્પાનો ખુબ જ ક્રેઝ ચાલી રહ્યો છે, લોક ઓઆ ફિલ્મના ડાયલોગ, ગીત અને એક્શન ઉપર ઢગલા બંધ વીડિયો પણ બનાવી રહ્યા છે,ત્યારે હવે આ કડીમાં એક IPS ઓફિસરનું ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. લાલ ચંદનનો દાણચોર પકડાયા બાદ IPSએ પોતાના ટ્વીટમાં લખ્યું કે ‘પુષ્પા’ રીલ લાઈફમાં ઝૂકશે અને ધરપકડ પણ થશે. યુઝર્સે આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે.

યુપીના શામલી જિલ્લાના એસપી શામલી સુકીર્તિ માધવ મિશ્રાએ પોતાના ટ્વીટમાં કહ્યું- “‘પુષ્પા’ રીલ લાઈફમાં ઝૂકશે નહીં જ્યારે રિયલ લાઈફમાં હવે ‘પુષ્પા’ ઝુકશે અને પકડાઈ પણ જશે.” તાજેતરમાં મહારાષ્ટ્ર પોલીસે લાલ ચંદનની દાણચોરીમાં સામેલ દાણચોરોની ધરપકડ કરી છે. દાણચોરો અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’થી પ્રેરિત હોવાનું કહેવાય છે.

તસ્કરોએ તેમની ટ્રકમાં લાલ ચંદન રાખ્યું હતું, પરંતુ આ ઉપરાંત અનેક ફળોની પેટીઓ પણ ઉપર રાખવામાં આવી હતી. ટ્રકની ઉપર કોરોના આવશ્યક ઉત્પાદનોનું સ્ટીકર પણ લગાવવામાં આવ્યું હતું. એટલે કે પોલીસની આંખમાં ધૂળ નાખવાની પુરી તૈયારી હતી. પરંતુ પોલીસને પહેલેથી જ બાતમી મળી ગઈ હતી, જેથી નાકાબંધી કરીને ટ્રકને જપ્ત કરવામાં આવી હતી અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા એ જ આરોપીનો ફોટો શેર કરતા એસપી સુકીર્તિ માધવ મિશ્રાએ એક ટ્વિટ કર્યું છે, જે હવે વાયરલ થઈ રહ્યું છે.

IPS ઓફિસરના ટ્વીટ પર યુઝર્સે વિવિધ કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું- ‘ફિલ્મો માત્ર મનોરંજન છે, તેને વાસ્તવિક દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી.’ અન્ય યુઝરે લખ્યું – “ફાયર તમારી ટ્વિટ છે.” તે જ સમયે IAS અવનીશ શરણે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું- ‘બિચારી પુષ્પા.’ અન્ય એક યુઝરે કહ્યું કે તેણે પોલીસને ફૂલ સમજીને ભૂલ કરી. તેને શું ખબર કે પોલીસવાળાઓ આગમાં છે? મોટાભાગના યુઝર્સે પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે.

Niraj Patel