IPLમાં આ 5 મિસ્ટ્રી ગર્લ્સે મચાવી હતી ધમાલ, એ ફેન્સ જે રાતોરાત જ બની ગયા સ્ટાર, જુઓ તસવીરો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ઉત્સાહ ફરી એકવાર ચાહકોનું માથું ઉંચકવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ 26 માર્ચથી જ શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાવાની છે. આ વખતે પણ ચાહકો આ સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ફેન્સને પણ મેદાનમાં એન્ટ્રી મળશે. IPLમાં ઘણી વખત આવી મિસ્ટ્રી ગર્લ દર્શકોની વચ્ચે જોવા મળે છે જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. તો ચાલો એવી કેટલીક મિસ્ટ્રી ગર્લ્સ જોઇએ જે IPL દરમિયાન ઘણી ચર્ચામાં રહી હતી.

1.અદિતિ હુંડિયા : IPL 2019ની ફાઈનલમાં એક મિસ્ટ્રી ગર્લ કેમેરામાં કેદ થઈ હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. બાદમાં તેનું નામ અદિતિ હુંડિયા હોવાનું સામે આવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સની મેચ દરમિયાન ઘણીવાર જોવા મળતી અદિતિ હુંડિયા આઈપીએલ દરમિયાન પણ ઘણી હેડલાઈન્સ બનાવી ચૂકી છે. અદિતિ હુંડિયા વ્યવસાયે મોડલ છે. તે 2017 ફેમિના મિસ ઇન્ડિયાની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે.

2.કાવ્યા મારન : IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને સપોર્ટ કરવા હંમેશા એક મિસ્ટ્રી ગર્લ આવે છે. આ છોકરીનું નામ કાવ્યા મારન છે. કાવ્યા મારન સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની પુત્રી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તેની ટીમ છે. કાવ્યા મારન કલાનિધિ મારનની પુત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની ભત્રીજી છે.

3.માલતી ચાહર : વર્ષ 2018માં માલતી ચાહર રાતોરાત સ્ટાર બની ગઈ, જ્યારે CSKની મેચમાં તેની તસવીર વાયરલ થઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે પુણેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ રમી હતી. ત્યારબાદ માલતી ચાહર કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાદમાં ખબર પડી કે માલતી ચેન્નાઈ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરની બહેન છે. તે ધોનીની મોટી ફેન છે.

4.દીપિકા ઘોષ : IPL 2019માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચીયર કરવા આવેલી એક છોકરી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાઈ હતી. આ છોકરી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં, આ છોકરીએ ખેલાડીઓ કરતાં વધુ હેડલાઇન્સ બનાવી હતી. હોટ દેખાતી આ મિસ્ટ્રી ગર્લનું નામ દીપિકા ઘોષ છે. દીપિકા ઘોષ કોરિયોગ્રાફર અને કન્ટેન્ટ ક્રિએટર છે.

5.રિયાના લાલવાણી : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની 36મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાઈ હતી અને આ મેચ બે સુપર ઓવરની મેચને લઈને ઈતિહાસના પાનામાં નોંધાઈ હતી. પરંતુ તે મેચ દરમિયાન સ્ટેડિયમની ઓડિયન્સ ગેલેરીમાં એક સુંદર છોકરી જોવા મળી હતી. ચાહકો પૂછવા લાગ્યા કે આ કોણ છે ? બાદમાં ખબર પડી કે તેનું નામ રિયાના લાલવાણી છે.

Shah Jina