IPL રદ થતા છલકાયું દર્દ! ધર્મશાળાથી દિલ્હી વંદે ભારત ટ્રેન થઈ રવાના, મુસાફરી દરમિયાન આ ખેલાડી થયા ભાવુક

ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચ કોઈ પરિણામ વિના રદ કરવામાં આવી હતી. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ફ્લડલાઇટમાં ખામીને કારણે મેચ બંધ કરવામાં આવી હતી. જોકે, થોડા સમય પછી સ્પષ્ટ થયું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીને કારણે મેચ રદ કરવામાં આવી છે. સુરક્ષા કારણોસર મેચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે BCCI એ IPL 2025 નું આયોજન રદ કર્યું છે.બીસીસીઆઈએ સત્તાવાર માહિતી આપી છે.

ખેલાડીઓને કડક સુરક્ષા હેઠળ ધર્મશાળામાં રમાઈ રહેલી મેચ અધવચ્ચે સ્થગિત કરાયા આ સ્થિતિમાં BCCI એ ઇન્ડિયન રેલવે સાથે મળીને એક ખાસ વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. આ ટ્રેનમાં IPLની ટીમ, સપોર્ટ સ્ટાફ, કમેનટેટર્સ, પ્રોડક્શન અને ઓપરેશન ટીમને ધર્મશાળાથી નવી દિલ્હી સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા. આ ટ્રેનમાં અંજુમ ચોપરા પણ ટ્રાવેલ કરતાં નજરે આવ્યા હતા.


દિલ્હીના સફદરગંજ સ્ટેશન સુધીની તેમની આ જર્ની માત્ર સુરક્ષિત જ નહાઈ પરંતુ સ્ટાફ અને પ્લેયર્સ માટે ખૂબ યાદગાર પણ રહી હતી. જો કે આ ટ્રેનમાં યાત્રા કરતી વખતે ફાફ ડુ પ્લેસીસ અને માર્કો જાનસેન ઉપરાંત બીજા પ્લેયર્સ પણ ઉદાસ નજર આવ્યા હતા. તો બીજી તરફ ભારતીય પ્લેયર કુલદીપ યાદવે BCCIના વખાણ કર્યા હતા. અને તે ઘણા ઈમોશનલ પણ દેખાયા હતા.

જણાવી દઈએ કે ભારતે પાકિસ્તાન પર 7 મે ના વહેલી સવારે કરેલી એર સ્ટ્રાઈક પછી સુરક્ષાના પગલે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ધર્મશાળામાં 8 મેના રોજ યોજાયેલી IPLની મેચ સુરક્ષાના પગલે અચાનક રદ્દ કરવામાં આવી હતી. અને સીમા ઉપર તણાવ વધવાને કારણે પ્લેયર્સ, સ્ટાફ અને દર્શકોને તાત્કાલિક ધોરણે સ્ટેડિયમ ખાલી કરવા માટે ફરજ પાડવામાં આવી હતી.

Raina
error: Unable To Copy Protected Content!