વૈદિક જ્યોતિષ અનુસાર, 14 મેના રોજ ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે, જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. વૈદિક જ્યોતિષમાં ગુરુને સમૃદ્ધિ, જ્ઞાન, જ્યોતિષ, પૂજા-પાઠ અને શિક્ષાનો કારક માનવામાં આવે છે. ત્યાં જ ગુરુ લગભગ 13 મહિના બાદ રાશિ બદલે છે, એવામાં ગુરુને એક રાશિ ફરી આવતા એક વર્ષનો સમય લાગે છે. તમને જણાવી દઈએ કે, 14 મેના રોજ ગુરુ બુધની રાશિ મિથુન રાશિમાં ગોચર કરશે, જેનાથી અમુક રાશિઓના અચ્છે દિન શરૂ થઈ શકે છે. સાથે જ આ રાશિઓને નોકરી, પ્રમોશન અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે.
ગુરુનું ગોચર આ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ તમારી ગોચર કુંડળીમાંથી ધન અને વાણીના સ્થાનમાં ગોચર કરશે. તેથી આ સમય દરમિયાન તમને સમય સમય પર અચાનક નાણાકીય લાભ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન, વ્યાપારી વર્ગના લોકો તેમના વ્યવસાયનો વિસ્તાર કરી શકે છે.
મિથુન રાશિ
ગુરુ ગ્રહના રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેથી આ સમયે પરિણીત લોકોનું વિવાહિત જીવન અદ્ભુત રહેશે.તમારા પહેલા ભાવમાં ગુરુ બેસશે. તેમનો દ્રષ્ટિ ફળ સાતમા ભાવ પર પડશે, જેને વૈવાહિક ભાવ માનવામાં આવે છે. દાંપત્યજીવન સુખમય બનશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. તમારા જીવનસાથીને પણ તેમના કાર્યક્ષેત્રમાં લાભ મળી શકે છે. પ્રેમસંબધ વધુ મજબૂત બનશે અને કેટલાક પ્રેમીજોડાઓના લગ્ન પણ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. ભાગીદારી આધારિત વેપારમાં લાભ થશે.
તુલા રાશિ
ગુરુ ગ્રહનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુના રાશિ પરિવર્તન તમારી રાશિથી ભાગ્ય સ્થાનમાં થશે. ગુરુ તમારા માટે તૃતીય અને પંચમ ભાવના સ્વામી છે. તેમનું ગોચર તમારા નવમ ભાવમાં થશે. સાથે જ ગુરુ તેમની પંચમ દ્રષ્ટિથી તુલા રાશી પર નજર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સંયોગ શુભ માનવામાં આવે છે. તેથી ગુરુના ગોચર બાદ તમારા પ્રેમસંબંધો મજબૂત બનશે. કેટલાક લોકોને સાચો જીવનસાથી પણ મળી શકે છે. ગુરુના ગોચર પછી તમે તમારા પાર્ટનર સાથે પ્રવાસે જઈ શકો છો, જે યાદગાર રહેશે. વૈવાહિક જીવનમાં પણ સુધારાઓ દેખાશે અને ઘણા મનદુઃખો દૂર થશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે.
ધન રાશિ
ગુરુ તમારા રાશિથી સાતમા ભાવમાં ગોચર કરશે. આ ગોચરથી એવા જાતકોની મુશ્કેલીઓ દૂર થશે જેમના લગ્નમાં વિલંબ આવી રહ્યો હતો. વિવાહિત લોકો તેમના જીવનસાથી સાથે સારો સમન્વય સ્થાપી શકશે. પરિવારિક જીવનમાં પણ ખુશહાલી જોવા મળશે. પ્રેમીજોડાઓના જીવનમાં પણ સારા પરિવર્તનો આવી શકે છે. ગુરુના ગોચરથી સામાજિક સ્તરે પણ પ્રતિષ્ઠા વધશે.વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)