ફાઇનલી IPL 2025નું ફૂલ શેડ્યુલ…પહેલા મુકાબલામાં KKR અને RCB વચ્ચે થશે ટક્કર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનનું સંપૂર્ણ શેડ્યૂલ રવિવારે એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યું. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. IPL 2025 સીઝન 22 માર્ચથી શરૂ થશે. એટલે કે ટુર્નામેન્ટની શરૂઆતની મેચ આ દિવસે રમાશે. જ્યારે ફાઇનલ મેચ 25 મેના રોજ યોજાશે. ઓપનિંગ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. જ્યારે ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ પણ આ મેદાન પર જ યોજાશે.

ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ હૈદરાબાદમાં યોજાશે. ગયા વખતની જેમ આ સિઝનમાં પણ IPLમાં 10 ટીમો ભાગ લેશે. IPL 2025 સીઝનમાં, આ 10 ટીમો વચ્ચે 65 દિવસમાં ફાઇનલ સહિત કુલ 74 મેચ રમાશે. આ બધી મેચો ભારતના 13 સ્થળોએ યોજાશે. બપોરની મેચો 3.30 વાગ્યાથી રમાશે જ્યારે સાંજની મેચો 7.30 વાગ્યે શરૂ થશે. આ વખતે IPL 2025 સીઝનમાં કુલ 12 ડબલ હેડર મેચ રમાશે. આ બધા ડબલ હેડર ફક્ત શનિવાર અને રવિવારે જ હશે. IPLમાં ડબલ હેડર એટલે એક જ દિવસમાં બે મેચ.

ડબલ હેડર ડે પર, ચાહકોને ઉત્સાહનો ડબલ ડોઝ મળે છે. આ વખતે IPL 2025 ની શરૂઆતની મેચ શનિવારે (22 માર્ચ) ના રોજ યોજાશે. એટલે કે પહેલો ડબલ હેડર રવિવારે બીજા જ દિવસે જોવા મળશે. આ દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) બપોરે રાજસ્થાન રોયલ્સ (RR) સાથે ટકરાશે. જ્યારે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે ટકરાશે. છેલ્લી IPL 2024 સીઝન પણ ખૂબ જ રોમાંચક રહી હતી. ત્યારબાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ફાઇનલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને હરાવીને ટાઇટલ જીત્યું. આ ટાઇટલ મેચ ચેન્નાઈના મેદાન પર યોજાઈ હતી. આ મેચમાં, KKR 8 વિકેટથી જીત્યું. આ IPLના ઇતિહાસમાં કોલકાતા ટીમનું ત્રીજું ટાઇટલ હતું.

IPL 2025 ફૂલ શેડ્યુલ

૧. કોલકાતા નાઈટ રાઈડર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૨૨ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૨. સનરાઇઝર્સ હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સ, ૨૩ માર્ચ, બપોરે ૩:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૩. ચેન્નાઈ સુપર કિંગ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ, ૨૩ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૪. દિલ્હી કેપિટલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ, ૨૪ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, વિશાખાપટ્ટનમ
૫. ગુજરાત ટાઇટન્સ vs પંજાબ કિંગ્સ, ૨૫ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, અમદાવાદ
૬. રાજસ્થાન રોયલ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ, ૨૬ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, ગુવાહાટી
૭. સનરાઇઝર્સ હૈદરાબાદ vs લખનૌ સુપર જાયન્ટ્સ, ૨૭ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૮. ચેન્નાઈ સુપર કિંગ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૨૮ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૯. ગુજરાત ટાઇટન્સ vs મુંબઈ ઇન્ડિયન્સ, ૨૯ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, અમદાવાદ
૧૦. દિલ્હી કેપિટલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ, ૩૦ માર્ચ, બપોરે ૩:૩૦ વાગ્યે, વિશાખાપટ્ટનમ
૧૧. રાજસ્થાન રોયલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ, ૩૦ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, ગુવાહાટી
૧૨. મુંબઈ ઈન્ડિયન્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ, ૩૧ માર્ચ, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૧૩. લખનૌ સુપર જાયન્ટ્સ vs પંજાબ કિંગ્સ, ૧ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૧૪. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ગુજરાત ટાઇટન્સ, ૨ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૧૫. કોલકાતા નાઈટ રાઈડર્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ, ૩ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૧૬. લખનૌ સુપર જાયન્ટ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ, ૪ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૧૭. ચેન્નાઈ સુપર કિંગ્સ vs દિલ્હી કેપિટલ્સ, ૫ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૧૮. પંજાબ કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સ, ૫ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ન્યુ ચંદીગઢ
૧૯. કોલકાતા નાઈટ રાઈડર્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ, ૬ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, કોલકાતા
૨૦. સનરાઇઝર્સ હૈદરાબાદ vs ગુજરાત ટાઇટન્સ, ૬ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૨૧. મુંબઈ ઈન્ડિયન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૭ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૨૨. પંજાબ કિંગ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ, ૮ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ન્યુ ચંદીગઢ
૨૩. ગુજરાત ટાઇટન્સ vs રાજસ્થાન રોયલ્સ, ૯ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, અમદાવાદ
૨૪. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs દિલ્હી કેપિટલ્સ, ૧૦ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૨૫. ચેન્નાઈ સુપર કિંગ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ, ૧૧ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૨૬. લખનૌ સુપર જાયન્ટ્સ vs ગુજરાત ટાઇટન્સ, ૧૨ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, લખનૌ
૨૭. સનરાઇઝર્સ હૈદરાબાદ vs પંજાબ કિંગ્સ, ૧૨ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૨૮. રાજસ્થાન રોયલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૧૩ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, જયપુર
૨૯. દિલ્હી કેપિટલ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ, ૧૩ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, દિલ્હી
૩૦. લખનૌ સુપર જાયન્ટ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ, ૧૪ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૩૧. પંજાબ કિંગ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ, ૧૫ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ન્યુ ચંદીગઢ
૩૨. દિલ્હી કેપિટલ્સ vs રાજસ્થાન રોયલ્સ, ૧૬ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, દિલ્હી
૩૩. મુંબઈ ઈન્ડિયન્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ, ૧૭ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૩૪. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs પંજાબ કિંગ્સ, ૧૮ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૩૫. ગુજરાત ટાઇટન્સ vs દિલ્હી કેપિટલ્સ, ૧૯ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, અમદાવાદ
૩૬. રાજસ્થાન રોયલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ, ૧૯ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, જયપુર
૩૭. પંજાબ કિંગ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૨૦ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, ન્યુ ચંદીગઢ
૩૮. મુંબઈ ઈન્ડિયન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ, ૨૦ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૩૯. કોલકાતા નાઈટ રાઈડર્સ vs ગુજરાત ટાઇટન્સ, ૨૧ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૪૦. લખનૌ સુપર જાયન્ટ્સ vs દિલ્હી કેપિટલ્સ, ૨૨ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૪૧. સનરાઇઝર્સ હૈદરાબાદ vs મુંબઈ ઇન્ડિયન્સ, ૨૩ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૪૨. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs રાજસ્થાન રોયલ્સ, ૨૪ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૪૩. ચેન્નાઈ સુપર કિંગ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ, ૨૫ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૪૪. કોલકાતા નાઈટ રાઈડર્સ vs પંજાબ કિંગ્સ, ૨૬ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૪૫. મુંબઈ ઈન્ડિયન્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ, ૨૭ એપ્રિલ, બપોરે ૩:૩૦ વાગ્યે, મુંબઈ
૪૬. દિલ્હી કેપિટલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૨૭ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, દિલ્હી
૪૭. રાજસ્થાન રોયલ્સ vs ગુજરાત ટાઇટન્સ, ૨૮ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, જયપુર
૪૮. દિલ્હી કેપિટલ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ, ૨૯ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, દિલ્હી
૪૯. ચેન્નાઈ સુપર કિંગ્સ vs પંજાબ કિંગ્સ, ૩૦ એપ્રિલ, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૫૦. રાજસ્થાન રોયલ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ, ૧ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, જયપુર
૫૧. ગુજરાત ટાઇટન્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ, ૨ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, અમદાવાદ
૫૨. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ચેન્નઈ સુપર કિંગ્સ, ૩ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૫૩. કોલકાતા નાઈટ રાઈડર્સ vs રાજસ્થાન રોયલ્સ, ૪ મે, બપોરે ૩:૩૦ વાગ્યે, કોલકાતા
૫૪. પંજાબ કિંગ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ, ૪ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, ધર્મશાલા
૫૫. સનરાઇઝર્સ હૈદરાબાદ vs દિલ્હી કેપિટલ્સ, ૫ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૫૬. મુંબઈ ઈન્ડિયન્સ vs ગુજરાત ટાઇટન્સ, ૬ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૫૭. કોલકાતા નાઈટ રાઈડર્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ, ૭ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૫૮. પંજાબ કિંગ્સ vs દિલ્હી કેપિટલ્સ, ૮ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, ધર્મશાલા
૫૯. લખનૌ સુપર જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૯ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૬૦. સનરાઇઝર્સ હૈદરાબાદ vs કોલકાતા નાઈટ રાઇડર્સ, ૧૦ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૬૧. પંજાબ કિંગ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ, ૧૧ મે, બપોરે ૩:૩૦ વાગ્યે, ધર્મશાલા
૬૨. દિલ્હી કેપિટલ્સ vs ગુજરાત ટાઇટન્સ, ૧૧ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, દિલ્હી
૬૩. ચેન્નાઈ સુપર કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સ, ૧૨ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, ચેન્નાઈ
૬૪. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs સનરાઇઝર્સ હૈદરાબાદ, ૧૩ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૬૫. ગુજરાત ટાઇટન્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ, ૧૪ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, અમદાવાદ
૬૬. મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ, ૧૫ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, મુંબઈ
૬૭. રાજસ્થાન રોયલ્સ vs પંજાબ કિંગ્સ, ૧૬ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, જયપુર
૬૮. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઈડર્સ, ૧૭ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, બેંગલુરુ
૬૯. ગુજરાત ટાઇટન્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ, ૧૮ મે, બપોરે ૩:૩૦ વાગ્યે, અમદાવાદ
૭૦. લખનૌ સુપર જાયન્ટ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ, ૧૮ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, લખનૌ
૭૧. ક્વોલિફાયર ૧, ૨૦ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૭૨. એલિમિનેટર, ૨૧ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, હૈદરાબાદ
૭૩. ક્વોલિફાયર ૨, ૨૩ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા
૭૪. ફાઇનલ, ૨૫ મે, સાંજે ૭:૩૦ વાગ્યે, કોલકાતા

Shah Jina