શું માથાની એક “જૂ” લઇ જઇ શકે છે માસૂમ ચાર વર્ષની દીકરીને મોતના દરવાજા સુધી ? જાણો વિગત

“જૂ” ના સંક્રમણથી મોતના દરવાજા સુધી પહોંચી ચાર વર્ષની માસૂમ દીકરી, એવું તો શુ થયુ કે માતા થઇ ગિરફતાર ? જાણો વિગત

અમેરિકાના ઇંડિયાનામાં ચાર વર્ષની દીકરીનેે માથામાં જૂ સંક્રમણ થવા બાદ તેની માતાને ધરપકડ કરવામાં આવી છે. હવે તમે એ વિચારતા હશો કે આવું કેમ ? આવું એટલા માટે કારણ કે બાળકીને માતાના માથામાંથી જૂનું સંક્રમણ થયુ જેને કારણે તેની હાલત ગંભીર થઇ ગઇ હતી અને તેના જીવન પર આફત આવી ગઇ.

અમેરિકાના ઇંડિયાનામાં એક ચાર વર્ષની દીકરીના માથામાં જૂનું સંક્રમણ થવાને કારણે તે ગંભીર રૂપથી બીમાર થઇ ગઇ હતી. તેના બ્લડમાં ઓક્સિજનનું લેવલ ઓછુ થઇ જવાને કારણે તેનો મુશ્કેલીથી જીવ બચાવવામાં આવ્યો.

બાળકીની માતા પર એ આરોપ લાગ્યો કે તેણે તેની દીકરીના સ્વાસ્થ્યને અનદેખુ કર્યુ. હોસ્પિટલમાં દાખલ કરવા સમયે બાળકીનું હિમોગ્લોબિન લેવલ માત્ર 1.7 ગ્રામ/ડેસીલીટર હતુ. સામાન્ય રીતે તે લગભગ 12 ગ્રામ પ્રતિ ડેસીલીટર હોય છેે. આ છોકરીની છ વર્ષની બહેન પણ જૂથી સંક્રમિત હતી.

ગયા મહિને ઇંડિયાનાના સ્કોટ્સબર્ગમાં હોસ્પિટલમાં દાખલ થયા બાદ શાયને નિકોલને આ સપ્તાહના શરૂઆતમાં ધરપકડ કરી હતી. ધ લેક્સિંગટન હેરાલ્ડ અનુસાર, છોકરી ચાલવામાં અસમર્થ હતી અને સંક્રમણે શરીરમાં વાયરસને તેના રક્તમાં ઓક્સિજનને ખતરનાક સ્તર સુધી ઓછુ કરી દીધુ હતુ. મદદ માટે પોલિસને પણ બોલાવવામાં આવી હતી.

Shah Jina