કોરોના સંકટમાં આ યુવકે કરી નાખી કમાલ: બનાવી નાખી બાઇકમાંથી એમ્બ્યુલન્સ, હવે આપી રહ્યો છે મફતમાં સેવા

કોરોનાનું સંકટ આખા દેશની અંદર વધી રહ્યું છે, ત્યારે વધી રહેલા આ કોરોનાના સંકટના કારણે એમ્બ્યુલન્સ પણ હવે સમયસર મળી શકતી નથી, જેના કારણે ઘણા દર્દીઓને હેરાન પણ થવું પડતું હોય છે. પરંતુ એવામાં મધ્ય પ્રદેશના ધારના એક યુવકે કમાલ કરી દીધો છે.

ધારના આ યુવક દ્વારા બાઇકમાંથી એમ્બ્યુલન્સ બનાવવામાં આવી છે અને હવે તે આ એમ્બ્યુલન્સ દ્વારા મફતમાં સેવા પણ આપી રહ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર વ્યારલ ખબરો જોયા બાદ દુઃખી થયેલા ધારના આ યુવા ઇજનેરે કબાડ અને ઇજનેરીના જુગાડના કારણે સસ્તી એમ્બ્યુલન્સ બનાવી દીધી જેને બાઈક પાછળ જોડીને દર્દીઓને હોસ્પિટલ લઇ જઈ શકાય છે.

બાઈક ઉપર એમ્બ્યુલન્સ બનાવનાર આ યુવકનું નામ છે અજીજ ખાન. જેને માત્ર બે મહિનામાં જ આ બાઈક એમ્બ્યુલન્સ તૈયાર કરી દીધી છે. આ એમ્બ્યુલન્સ બનાવવામાં તેને 25 થી 40 હજારનો ખર્ચ આવ્યો છે.

આ એમ્બ્યુલન્સની ખાસ વાત એ છે  દર્દીને ઓક્સિજન લગાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. દર્દીની સાથે એક બીજો વ્યક્તિ પણ બાઈક ઉપર સરળતાથી બેસી શકે છે. જે દર્દીની સારવાર કરી શકે.

Niraj Patel