રંગીલા રાજકોટમાં ભારતીય ટીમનું ધૂમ ધડાકા સાથે થયું ભવ્ય સ્વાગત, તિલક, ચાંદલો, ફુલહાર અને બુકે આપીને કર્યા વધામણાં, જુઓ વીડિયો

IPL બાદ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ તરફ દર્શકો ફોકસ થયા છે, ભારત અને આફ્રિકા વચ્ચે 5 ટી-20 મેચની શ્રેણી ચાલી રહી છે, જેમાંથી બે મેચમાં આફ્રિકન ટીમે વિજય મેળવી લીધો છે, અને છેલ્લી મેચ ભારત જીતી ગયું છે. ત્યારે હવે આ સિરીઝની ચોથી મેચ આવતી કાલે 17 જૂનના રોજ રાજકોટમાં યોજાવવા જઈ રહી છે. ભારતે આ શૃંખલા જીતવા માટે હવે આગામી બંને મચ જીતવી ખુબ જ જરૂરી બની ગઈ છે.

ત્યારે મેચ રમવા માટે ભારતીય અને આફ્રિકન ટીમ રાજકોટ આવી પહોંચી છે. રાજકોટની ધરતી ઉપર ભારતીય ટીમનું રજવાડી અંદાજમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેમાં રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલા સયાજી હોટલમાં ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સયાજી હોટલ ખાતે પહોંચેલી ટીમને ગુજરાતી પરંપરા અનુસાર ખેલૈયાયાઓએ ગરબે ઘૂમી આવકાર્યા હતા, સાથે જ હોટલના સ્ટાફ દ્વારા તિલક કરી, હાર પહેરાવી અને બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વીડિયોમાં ભારતીય ટીમના એક પછી એક ક્રિકેટરો હોટલમાં પ્રેવશતા જોઈ શકાય છે અને સ્ટાફ દ્વારા તેમનું સ્વાગત થતું પણ જોઈ શકાય છે.

ભારતીય ટીમ એરપોર્ટ ઉપર ઉતરી એ પહેલા જ એરપોર્ટ ઉપર ચાહકોનો મેળાવળો તેમને જોવા માટે ઉમટી પડ્યો હતો. ક્રિકેટ રસિકો કલાકો સુધી એરપોર્ટ અને હોટલની બહાર ધામા નાખીને બેઠા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવમાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો રાજકોટમાં રહેવાના હોય આખું રાજકોટ ક્રિકેટમય બન્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમને જ્યાં રાજકોટની સયાજી હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે તો આફ્રિકન ટીમને હોટલ ફોર્ચ્યુનમાં ઉતારો આપવામાં આવ્યો છે. બંને હોટલો દ્વારા ખેલાડીઓની આગતા સ્વગાટમાં કોઈ કમી ના રહી જાય તેના માટેની ખાસ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.

Niraj Patel