અમેરિકા : ટેક્સાસની એક સ્કૂલમાં ભારતીય અમેરિકી વિદ્યાર્થીનું ગળુ દબાવી કરવામાં આવી પિટાઇ- વીડિયો થયો વાયરલ

અમેરિકામાં જવાના શોખીનો આ જોઈ લેજો, ભારતીય વિદ્યાર્થીનું US વાળાએ દબાવ્યું ગળું, ઘટનાને લઇને સોશિયલ મીડિયા પર ગુસ્સો જાહેર કરી રહ્યા છે લોકો

અમેરિકાની એક સ્કૂલમાં ભારતીય અમેરિકી વિદ્યાર્થી સાથે ભેદભાવનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક ભારતીય મૂળના વિદ્યાર્થીનું ગળુ દબાવવામાં આવી રહ્યુ છે. વીડિયો વાયરલ થયા બાદ સ્કૂલ મેનેજમેન્ટ તરફથી કાર્યવાહી કરવામાં આવી, તે પણ સવાલોના ઘેરામાં આવે છે. કારણ કે સ્કૂલ તરફથી ભારતીય વિદ્યાર્થીને 3 દિવસ માટે સસ્પેંડ કરવામાં આવ્યો, જયારે આરોપી અમેરિકી વિદ્યાર્થીને માત્ર એક દિવસ માટે જ…

ટેક્સાસમાં કોપેલ મિડલ સ્કૂલમાં એક શ્વેત વિદ્યાર્થી દ્વારા ભારતીય-અમેરિકન વિદ્યાર્થી શાન પ્રીતમાની પર ચાર મિનિટથી વધુ સમય હુમલો કરવામાં આવ્યો હતો અને તેનું ગળું દબાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા મિત્રો દ્વારા ઓનલાઈન શેર કરવામાં આવેલા વીડિયોમાં પીડિતને ધમકી આપવામાં આવી રહી છે. વીડિયોમાં ભારતીય-અમેરિકન છોકરાને બેન્ચ પર બેઠેલો જોઈ શકાય છે જ્યારે અન્ય વિદ્યાર્થી તેની પાસે પહોંચે છે અને તેને તેની સીટ છોડીને ઉભા થવા માટે કહે છે.

પરંતુ જ્યારે તે પોતાની સીટ છોડવાની ના પાડે છે તો અમેરિકન વિદ્યાર્થી ગુસ્સે થઈ જાય છે અને તેનું ગળું દબાવવાનું શરૂ કરી દે છે. તે છોકરાની ગરદનને તેની કોણીથી પાછળથી દબાવીને તેને સીટની સામે જોરથી ધક્કો મારે છે. આ ઘટનાને કારણે સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ ગુસ્સે ઉતારી રહ્યા છે અને આકરી ટીકા પણ કરી રહ્યા છે. આ ઘટના કથિત રીતે 11 મેના રોજ બની હતી. વીડિયોમાં શાન લંચ ટેબલ પર બેઠેલો જોવા મળે છે જ્યારે અન્ય વિદ્યાર્થી તેને સીટ ખાલી કરવા કહે છે. શાનને એમ કહેતા સાંભળી શકાય છે, “ના, હું ઉઠવાનો નથી.

અહીં શાબ્દિક રીતે કોઈ બેઠું નથી.” વિદ્યાર્થીની માતા સોનિકા કુકરેજાએ કહ્યું, “તે ભયંકર હતું. હું ત્રણ રાત સૂઈ શકી નહીં. મને ગૂંગળામણ થતી હોય એવું લાગ્યું.આ જોઈને હું ઘણી વાર રડી પડી.” શાળા પ્રશાસને ભારતીય વિદ્યાર્થીને સજા કરી અને તેને ત્રણ દિવસ માટે શાળામાંથી સસ્પેન્ડ કરી દીધો, જ્યારે ગુંડાગીરી કરનાર વિદ્યાર્થીને માત્ર એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો. કુકરેજાએ જણાવ્યું કે, “હું મારા બાળકની સલામતી અને આ બાબતે પગલાં ન લેવા બદલ શાળા બોર્ડ અને પોલીસ વિભાગ તરફથી મને જે સંદેશ મળી રહ્યો છે તે અંગે ખૂબ જ ચિંતિત છું.

અમે ઈચ્છીએ છીએ કે દરેક બાળક સાથે સમાન વ્યવહાર કરવામાં આવે. શાળામાં દાદાગીરી પર પ્રતિબંધ મૂકવો જોઈએ.ઉલ્લેખનીય છે કે, ટ્વીટર પર આ વીડિયો ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. રવિ કરકરા નામના વકીલે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કરી લખ્યું, “બુધવાર, 11 મેના રોજ, લંચ દરમિયાન, એક ભારતીય અમેરિકન વિદ્યાર્થી પર તેની મિડલ સ્કૂલમાં અન્ય વિદ્યાર્થી દ્વારા શારીરિક હુમલો કરવામાં આવ્યો અને તેનું ગળું દબાવવામાં આવ્યું.”

Shah Jina