આજના સમયમાં લોકો ખુબ જ ફોરવર્ડ બની ગયા છે. આજે માત્ર પુરુષો જ નહિ સ્ત્રી પણ બિન્દાસ રહે છે. છતાં પણ ઘણા લોકો પોતાના સંબંધોને છુપાવતા હોય છે, તો ઘણા લોકો પોતાના રિલેશનપશિપને ખુલ્લે આમ જાહેર પણ કરતા હોય છે, પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેને એક બે કે પાંચ દસ નહીં પરંતુ 335 મહિલાઓ સાથે ડેટ કર્યું છે. છતાં પણ હજુ તેનું લક્ષ અધૂરું છે.
આ વ્યક્તિ છે તામિલનાડુનો રહેવા વાળો સુંદર રામુ. જે અત્યાર સુધી 335 મહિલાઓને ડેટ કરી ચુક્યો છે. પરંતુ તેની હજુ પણ બીજી 30 મહિલાઓ સાથે ડેટ ઉપર જવાની ઈચ્છા છે. કારણ કે તેનું લક્ષ 365 મહિલાઓ સાથે ડેટ ઉપર જવાનું છે.
સુંદર રામુના છૂટાછેડા થઇ ગયા છે અને તેને રોમાન્સ અને ડેટિંગથી કોઈ આપત્તિ નથી. સુંદર રામુ એક તમિલ અભિનેતાહ હોવાની સાથે સાથે ડાન્સર અને ફોટોગ્રાફર પણ છે. તે છેલ્લા થોડા જ વર્ષોમાં 335 મહિલાઓ સાથે ડેટ ઉપર જઈ ચુક્યો છે. છતાં પણ તે પોતાના 365ના લક્ષથી પાછળ છે.
બીબીસીના રિપોર્ટ પ્રમાણે તેની પાછળના ઉદ્દેશ્ય ઉપર વાત કરતા રામુએ જણાવ્યું હતું કે “હું રોમાન્ટિક છું અને દરરોજ પ્રેમની તલાશમાં રહું છું. પરંતુ 365 ડેટનો મકસદ કોઈ મહિલા સાથીને શોધવાનું નહીં પરંતુ મહિલા અધિકારોને લઈને જાગૃતતા ફેલાવવાનો છે. સુંદર રામુએ આ ડેટિંગ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2015માં કરી હતી.
આ તમિલ અભિનેતા સાથે ડેટ કરવા વાળી મહિલાઓમાં કચરો ઉઠાવવા વાળી, 90 વર્ષીય નર્સ, અભિનેત્રી, મોડલ, યોગા ટીચર, એક્ટિવિસ્ટ, રાજનેતા સમેત ઘણી અન્ય મહિલાઓ પણ સામેલ છે. એટલું જ નહિ તેમાં રામુની 105 વર્ષની દાદી પણ સામેલ છે. જો કે હાલ તે આ દુનિયામાં નથી રહ્યા.
સુંદર રામુ જણાવે છે કે મારો ઉછેર એવા માહોલમાં થયો છે જ્યાં છોકરીઓ અને છોકરાઓ વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં નથી આવતો, પરંતુ જયારે હું બહારની દુનિયામાં નીકળીને આવ્યો તો જોયું કે લૈંગિક ભેદભાવના મૂળિયાં કેટલા ઊંડા ઉતરી ગયા છે.
સુંદર રામુ જણાવે છે કે દિલ્હી ગેંગરેપની ઘટનાએ મને હચમચાવીને રાખી દીધો હતો. તે ઘટનાએ મારા જીવનમાં નવો વળાંક લાવ્યો. મેં વિચાર્યું કે બદલાવ લાવવા માટે હું શું કરી શકું? અહિયાંથી જ મને 365 ડેટનો વિચાર આવ્યો.