ઈન્ડિયન આઇડલ 12: અભિજિત સાવંત ટીવી શો પર બગડ્યો કહ્યું – ટેલેન્ટના બદલે દેખાય છે નાટક

આટલા મોટા ફેમસ શો ને આડે હાથ લીધું, કહ્યું કે ‘મેકર્સનો ફોકસ ટેલેન્ટ કરતાં કોણ બૂટ પોલિશ કરે છે, તેમાં….જાણો વિગત

તાજેતરમાં જ સિંગિગ  રિયાલિટી શો “ઇન્ડિયન આઇડલ ૧૨”ના કિશોર કુમારના સ્પેશ્યલ શો પર ઘણા વિવાદ થયા હતા. કિશોર કુમારના પુત્ર અમિત કુમારે આ શોની આકરી ટીકા કરી હતી. હવે આ શોની પહેલી સિઝનના વિજેતા અભિજિત સાવંતે રિયાલિટી શોને ટાર્ગેટ બનાવ્યો છે.

સિંગિંગ રિયાલિટી શો’ઇન્ડિયન આઇડલ 12′ છેલ્લા ઘણા દિવસોથી સતત વિવાદોમાં ફસાયો છે. આ શોની ઇન્ટરનેટ પર ઘણી ટીકા થઈ રહી છે. હવે ઈન્ડિયન આઇડલના પ્રથમ સીઝનના વિજેતા અભિજિત સાવંતે પણ આ શોની ટીકા કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે મેકર્સ સ્પર્ધકોની પ્રતિભા કરતા તેમના દર્દ ભરેલી વાર્તાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.

અભિજીત સાવંતે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “આજકાલ, નિર્માતાઓને  રસ વધુ એમાં છે કે શું ભાગ લેનાર જૂતા પોલિશ કરી શકે છે અથવા તે કેટલો ગરીબ છે ના કે તેની પ્રતિભાથી. તમારે પ્રાદેશિક રિયાલિટી શો બતાવો જોઈએ જ્યાં દર્શકોને તેમના પસંદના લોકોનું ભૂતકાળ વિશે કંઇ ખબર ન હોય. તેમનું ધ્યાન ફક્ત ગાયન પર જ હોય”

અભિજિતએ વધુમાં કહ્યું કે “પરંતુ હિન્દી રિયાલિટી શોમાં સ્પર્ધકોની દુઃખ ભરેલી વાર્તા બતાવવામાં આવે છે.તેમનુ ધ્યાન ફક્ત તેના પર જ છે.અભિજિતે તેના સમયનો દાખલો આપ્યો જ્યારે તે શોમાં પરફોર્મ કરતી વખતે કોઈ ગીત ભૂલી ગયો. તેમણે કહ્યું, જજ એકબીજાની વચ્ચે નિર્ણય કર્યો કે મને વધુ એક તક આપવામાં આવે.”

આ સ્ટોરી વાયરલ થઇ તો લોકો SOCIAL MEDIA પર કમેન્ટ કરી રહ્યા છે કે 100% સાચી વાત છે કોઇ એક ગરીબને પકડશે અને એનો વીડિયોને વારંવાર બતાવશે અને અસલી હકદાર એ વિજેતા બનતા વંચિત રહી જતા હોય છે આ શો માંથી બહાર થઈ ગઈ શિરીસા એ સુંદર અવાજની માલિકી ધરાવે છે એના માટે ચેનલે ગરીબીનો કોઇ વિડિઓ શેર નથી કર્યો પણ એ શો જીતવાની હકદાર હતી અને જજમાં બેઠેલા ત્રણેય જણાએ એના માટે કોઇ સહાનુભૂતિ નહીં બતાવી એનો મતલબ કે ગરીબ હોઉં બહુ જરૂરી છે તો જ શો માં ટકી રેહવાઈ

Patel Meet