ધોનીથી લઇને વિરાટ કોહલી સુધી, 100 કરોડથી પણ વધુ કિંમતના પ્રાઇવેટ જેટના માલિક છે આ ક્રિકેટર

ક્રિકેટર પાસે પૈસાની કંઈ ન હોય, અઢળક સંપત્તિવાળા ખેલાડીઓ પ્રાઇવેટ જેટમાં આવી મોજ મજા કરે છે – જુઓ PHOTOS

બોલિવુડ સ્ટાર્સની જેમ કેટલાક ક્રિકેટર્સ પણ તેમની શાનદાર લાઇફસ્ટાઇલ માટે જાણિતા છે. તેમાંથી ઘણા સ્ટાર્સને ટ્રાવેલિંગનો શોખ છે અને તે કયાંય પણ જવા માટે જેટમાં ટ્રાવેલ કરવુ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સચિન તેંદુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલી જેવા કેટલાક ક્રિકેટર્સ પાસે પ્રાઇવેટ જેટ છે.

1.એમએસ ધોની : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ચેન્નાઇ સુપર કિંગ્સના વર્તમાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભારતના નહિ પરંતુ દુનિયાના સૌથી અમીર ક્રિકેટરોમાંના એક છે. રીપોર્ટ્સ અનુસાાર તેમની પાસે પણ એક પ્રાઇવેટ જેટ છે અને તેની કિંમત 260 કરોડ રૂપિયા આસપાસ છે.

2.વિરાટ કોહલી : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની તેમજ બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણીવાર પોતાના પ્રાઇવેટ જેટમાં ટ્રાવેલ કરે છે. હાલમાં જ જયારે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડનો પ્રવાસ કર્યો હતો ત્યારે બંનએ પોતાના જેટથી યાત્રા કરી હતી. તમને જણાવી દઇએ કે, તેના જેટની કિંમત 125 કરોડ રૂપિયા છે.

3.સચિન તેંદુલકર : ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર પણ એક જેટના માલિક છે. જેની કિંમત 260 કરોડ રૂપિયા છે. પરતુ આ રીપોર્ટ હાલ તો વેરિફાઇડ નથી. ખરેખર, તેંદુલકર પાસે પ્રાઇવેટ જેટ છે એ વાત ત્યારે સામે આવી હતી જયારે વર્ષ 2016માં બોલિવુડ અભિનેતા વરુણ ધવને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી, આ તસવીરમાં તે એક પ્રાઇવેટ જેટમાં તેંદુલકર સાથે જોવા મળ્યા હતા.

4.કપિલ દેવ : મીડિયા રીપોર્ટ્સ અનુસાર વર્ષ 1983માં ભારતને વર્લ્ડ કપ અપાવનારા કેપ્ટન કપિલ દેવ પાસે પણ એક પ્રાઇવેટ જેટ છે. પરંતુ તેની કિંમત હજી સુધી સામે આવી નથી.

Shah Jina