આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો છે. ભારતીય વાયુસેનાએ મધ્યરાત્રિ બાદ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની અંદર એરસ્ટ્રાઈક કરી છે. માત્ર 33 મિનિટમાં જ ‘ઓપરેશન સિંદૂર’ને પાર પાડ્યું છે.ભારતનું ઓપરેશન સિંદૂર એ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 7 મે 2025 ના રોજ શરૂ કરાયેલ એક ઐતિહાસિક લશ્કરી કાર્યવાહી છે.
આ હુમલામાં 7 શહેરોમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.આ હુમલા માટે હવાથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.
બીજી તરફ ભારતની એરસ્ટ્રાઈકથી અનેક વિસ્તાર જાણે ફફડી ઉઠયા છે. લોકો રસ્તા પર આવી ગયા તો ક્યાંક તાત્કાલિક મદરેસા ખાલી કરાવવામાં આવ્યા હતા. બીજી તરફ મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તો હોસ્પિટલ પહોંચતા ઇમરજન્સીની જ વ્યવસ્થા ખોરવાઈ હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને જોતાં, પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં એક પણ ફ્લાઇટ ઉડાન ભરી રહી નથી. તે જ સમયે, વધતા તણાવને ધ્યાનમાં રાખીને, ભારતે પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. આમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
ભારતે 7 રાજ્યોના 11 એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી બંધ કરી દીધી છે. શ્રીનગર, જમ્મુ, શ્રીનગર, લેહ, ચંદીગઢ, બિકાનેર, જોધપુર, રાજકોટ, ધર્મશાલા, અમૃતસર, ભુજ અને જામનગરમાં ફ્લાઈટ રોકી દેવામાં આવી છે. આ એરપોર્ટ પાકિસ્તાન સરહદને અડીને આવેલા છે.એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટે મુસાફરો માટે સલાહકાર જાહેર કર્યો છે. સરકાર મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ, ઇમારતો અને સંવેદનશીલ વિસ્તારો માટે કેટલાક વધુ પગલાં પણ લઈ શકે છે. આ અંગે નિર્ણય કેબિનેટની બેઠકમાં લઈ શકાય છે.
બીજી તરફ ઓપરેશન સિંદૂર પર સેનાની પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી રહી છે. વધુ માહિતી લગભગ 9 કલાક પછી સવારે 10:30 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા ઓપરેશન સિંદૂર વિશે સત્તાવાર માહિતી આપવામાં આવશે.
भारतीय सेना ने पाकिस्तान के आतंकी ठिकानों पर मिसाइल हमला किया।#OperationSindoor के तहत पाकिस्तान में 8 आतंकी ठिकाने पूरी तरह तबाह!
पहलगाम का न्याय हुआ… भारत माता की जय! 🇮🇳 pic.twitter.com/bzd6bu7IWd
— Ajit Doval ᴾᵃʳᵒᵈʸ🇮🇳 (@IAjitDoval_IND) May 7, 2025