દુઃખદ: આ દિગ્ગજ ક્રિકેટરના પિતાનું અચાનક આ બીમારીથી નિધન, ફેન્સ થયા દુઃખી

છેલ્લા થોડા દિવસથી ક્રિકેટ જગતમાંથી ખુબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. આઇપીએલમાં પોતાની પહેલી સીઝન રમી રહેલા ગુજરાતી ફાસ્ટ બોલર ચેતન સાકરિયાના પિતાના નિધન બાદ ભારતીય ટીમના સ્પિનર બોલર પિયુસ ચાવલના પિતાના નિધનના સમાચાર આવ્યા હતા, ત્યારે બાદ હવે વધુ એક ભારતીય ફાસ્ટ બોલરના પિતાનું નિધન થયું છે.

મળતી માહિતી પ્રમાણે ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર રુદ્ર પ્રતાપ સિંહના પિતા શિવ પ્રસાદ સિંહનું કોરોનાના કારણે નિધન થયું છે.  આર.પી સિંહના પિતા છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા અને તેમની સારવાર લખનઉની મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહી હતી.

પોતાના પિતાના નિધનનું દુઃખ વ્યક્ત કરતા આરપી સિંહે ટ્વીટ કરીને લખ્યું કે, “બહુ જ દુઃખ સાથે જણાવવું પડી રહ્યું છે કે મારા પિતા શિવ પ્રસાદ સિંહનું નિધન થઇ ગયું છે. કોરોનાથી સંક્રમિત મારા પિતા 12 મેના રોજ અમને બધાને છોડીને ચાલ્યા ગયા છે. હું તમને બધાને એ વિનંતી કરું છું કે તેમની આત્માના શાંતિ માટે પ્રાર્થના કરજો. રેસ્ટ ઈન પીસ.ૐ નમઃ શિવાય”

2007માં ભારતે ટી -20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો, ત્યારે આરપી એ ટીમનો ભાગ હતો. તેને ભારત માટે 14 ટેસ્ટ, 58 વનડે અને 10 ટી-20 રમ્યો છે. 2018માં 32 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કોમેન્ટેટર તરીકે ફરજ બજાવે છે.

Niraj Patel