કઇ ટીમ મારશે બાજી ? IIT બાબાએ કર્યુ અત્યારથી એલાન, ભારત-પાકિસ્તાન મેચની ભવિષ્યવાણી સાંભળી ફેન્સનું માથુ ભમી ગયુ

Ind Vs Pak મેચ પહેલા IIT બાબાએ જણાવ્યુ કોણ જીતશે ? ભવિષ્યવાણી સાંભળી ફેન્સનું લોહી ઉકળ્યુ…

ભારત અને પાકિસ્તાન 23 ફેબ્રુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આમને સામને ટકરાશે. પાકિસ્તાને હાર સાથે શરૂઆત કરી હતી, જ્યારે ટીમ ઈન્ડિયાએ જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી છે. મહાકુંભથી ‘IIT બાબા’ તરીકે ચર્ચામાં આવેલા અભય સિંહે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ-વોલ્ટેજ મેચ અંગે મોટી ભવિષ્યવાણી કરી છે. તેમની આ ભવિષ્યવાણીથી ભારતીય ફેન્સ ગુસ્સે છે.

મહાકુંભ મેળા 2025થી ચર્ચામાં આવેલ ‘IIT બાબા’ એ એક વીડિયોમાં મોટો દાવો કર્યો કે ભારતીય ટીમ આગામી મેચમાં પાકિસ્તાન સામે જીતી શકશે નહીં. વીડિયોમાં ‘IIT બાબા’ કહેતા જોઈ શકાય છે કે, ‘હું તમને પહેલાથી જ કહી રહ્યો છું, આ વખતે ભારત જીતી શકશે નહીં.’ તેમણે વિરાટ કોહલી સહિત ભારતીય ખેલાડીઓની ટીકા કરી અને ભારપૂર્વક કહ્યું કે તેઓ ગમે તેટલી કોશિશ કરે, ભારત જીતી શકશે નહીં.

પોતાના દાવાને પુનરાવર્તિત કરતા બાબાએ આગળ કહ્યું, ‘હવે મેં મારું મન બનાવી લીધું છે કે જો તે નહીં જીતે, તો તે નહીં જીતે, હવે જોઈએ કે ભગવાન મોટા છે કે તમે.’ વિરાટ કોહલીનું નામ લેતા તેમણે કહ્યું, ‘હવે તમે અમને જીતીને બતાવો.’ આ વીડિયોથી ભારતીય ચાહકો ગુસ્સે થયા, જેના પછી ‘IIT બાબા’ને તેમણે નિશાન બનાવ્યા. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ભારતીય ચાહકો IIT બાબાને યોગ્ય જવાબ આપી રહ્યા છે.

ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની શાનદાર શરૂઆત તેની પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને કરી હતી. શુભમન ગિલની શાનદાર સદી (અણનમ 101) અને મોહમ્મદ શમીની 5 વિકેટે આ જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. બીજી તરફ, પાકિસ્તાનને તેની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે 60 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન સામેની આગામી મેચ જીતીને, ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પ્રવેશવાની લગભગ ખાતરી કરી લેશે.

 

View this post on Instagram

 

A post shared by UNIBIT Games (@unibit.in)

Shah Jina