ખબર

સામાન્ય માણસના માથે આવ્યો એક બીજી ઝટકો, ડિસેમ્બરમાં વધી ગયા દૂધ, ખાંડ અને ચાના ભાવ, જાણો કેટલો થયો વધારો

મધ્યમ વર્ગના માણસો મોંઘવારીની થપ્પડ ખાવા તૈયાર થઇ જાઓ, આજથી મોંઘા થઇ ગયા દૂધ, ખાંડ અને ચા

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. જેમાં સૌથી મોટી મુશ્કેલી સામાન્ય માણસના માથે આવી પડે છે. હાલમાં જ શાકભાજીના ભાવ જયારે આસમાને પહોંચ્યા છે ત્યારે આ બધામાં સામાન્ય માણસના માથે વધુ એક ભારણ આવી ગયું છે. ડિસેમ્બર મહિના દૂધ,ખાંડ અને ચાના ભાવમાં વધારો નોંધાયો છે.

Image Source

વાત કરીએ ખાંડના ભાવની તો દેશના છૂટક બજારની અંદર ખાંડના ભાવની અંદર પ્રતિકિલો 3 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં ખાંડનો ભાવ 43 રૂપિયા 38 પૈસા થયો છે.

Image Source

તો દૂધના ભાવમાં પણ 7 ટકા જેટલો વધારો થયો છે. દૂધના ભાવમાં પણ 3.26 પૈસાના વધારા સાથે 50 રૂપિયા પ્રતિ લીટર કિંમત થઇ ગઈ છે.

Image Source

તો ચાની વાત કરીએ તો ચાના ભાવમાં પણ 11.57 ટકાનો વધારો થયો છે. ચા પત્તીના ભાવમાં 27.58 રૂપિયાનો વધારો થતા તેના ભાવ 238.42 પૈસાથી વધીને 266 રૂપિયા સુધી પહોંચી ગયા છે.