વેલેન્ટાઈન ડેના દિવસે જ એક બીજા સાથે ભવો ભવના બંધનમાં બંધાયું આ અનોખું કપલ, વર્ષોથી કન્યા શોધતા 3 ફૂટના યુવકને મળી ગઈ 3 ફૂટની કન્યા… જુઓ

રબને બનાદી જોડી: 3 ફૂટના વરરાજા માટે વર્ષોથી કન્યા શોધી રહી હતી તેની મમ્મી, અચાનક ખુશ્બુ વિશે ખબર પડતા જ બે પરિવારો બની ગયા એક.. જુઓ વીડિયો

એવું કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે અને ધરતી પર તેમનું ખાલી મિલન થતું હોય છે. પરંતુ આ જોડીને એક બીજા સાથે મળવામાં જ વર્ષો વીતી જતા હોય છે. ત્યારે આવી જોડીઓ જયારે મળી જાય છે ત્યારે તેમના લગ્નની કહાનીઓ પણ વાયરલ થતી હોય છે. હાલ એવા જ એક લગ્નની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ અનોખા લગ્ન સામે આવ્યા છે અલીગઢમાંથી. જ્યાં 3 ફૂટ 4 ઇંચના ઇમરાને 3 ફૂટની ખુશ્બુ સાથે લગ્ન કર્યા છે. વરરાજા ઈમરાન 26 વર્ષનો છે અને કન્યા ખુશ્બૂ 22 વર્ષની છે. આ લગ્ન બાદ બંને પરિવાર ખૂબ જ ખુશ છે. તે કહે છે કે તે લોકોની મોટી ચિંતા હવે સમાપ્ત થઈ ગઈ છે. ઇમરાન અને ખુશ્બુ હંમેશા ખુશ રહે. ઇમરાન તેની માતા બિરજીસ સાથે અલીગઢના જીવનગઢની 8 નંબરની શેરીમાં રહે છે.

ઈમરાનના ભાઈ-બહેનના લગ્ન થઈ ગયા છે. પરંતુ, ઓછી હાઇટના કારણે ઇમરાનની હાઇટની દુલ્હન મળી શકી ન હતી. દોધપુરની એક હોટલમાં કામ કરતા ઇમરાનની માતાને પટવારી નાગલા ભગવાન ગાડીમાં રહેતી ખુશ્બુ વિશે ખબર પડી હતી. તેની ઉંચાઈ પણ ત્રણ ફૂટ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી ઈમરાનની માતાએ ખુશ્બુના પરિવારનો સંપર્ક કર્યો અને પોતાના મનની વાત કહી.

22 વર્ષની ખુશ્બુના પરિવારે આ સંબંધનો સ્વીકાર કર્યો હતો. આ પછી બંને પરિવારોએ ઈમરાન અને ખુશ્બુના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા. લગ્ન થયા બાદ વર-કન્યાના પરિવારજનો ખૂબ જ ખુશ છે. ઈમરાનના મોટા ભાઈ શાહનવાઝ ખાને જણાવ્યું કે આ લગ્નથી અમારા ઘરમાં ખુશીઓ આવી છે. ત્યારે ઇમરાનના પાડોશી આમિર રાશિદ કહે છે કે ઉપરવાળા જોડી બનાવે છે અને તેમને મોકલે છે, જેનું ઉદાહરણ ઇમરાન અને ખુશ્બૂના લગ્ન છે.

હોટલમાં કામ કરતો ઈમરાન તેની માતાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. પરિવારજનોએ જણાવ્યું કે ભૂતકાળમાં ઇમરાને માતા બિલ્કીસની આંખોનું ઓપરેશન કરાવ્યું હતું. તેમજ ઈમરાન હંમેશા પરિવારના અન્ય સભ્યોને મદદ કરે છે. ઈમરાનના મિત્ર અકરમે જણાવ્યું કે ઈમરાન છેલ્લા 15 વર્ષથી તેની સાથે કામ કરી રહ્યો છે, જે ખૂબ જ પરેશાન રહેતો હતો. તેણે ઈમરાનને વચન આપ્યું હતું કે તે આ વેલેન્ટાઈન ડે વીકમાં ઈમરાનના લગ્ન ચોક્કસ કરાવશે.

Niraj Patel