સૈફ અલી ખાનના મોટા દીકરા ઇબ્રાહિમના જન્મ દિવસની કરવામાં આવી ઉજવણી, ક્યૂટ ભાઈ બહેને મચાવી ધમાલ

લાડલા ભાઈ ઇબ્રાહિમના જન્મદિવસ પર આટલો હોટ ડ્રેસ પહેરીને આવી સારા, જુઓ દિલચસ્પ તસવીરો

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સૈફ અલીખાન હાલમાં જ ચોથી વાર પિતા બન્યો છે, તેની પત્ની કરીના કપૂર ખાને બીજા દીકરાને જન્મ આપ્યો હતો. આ પહેલા સૈફ અલી ખાને અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. અમૃતાથી તેને બે બાળકો છે. સારા અને ઇબ્રાહિમ. ત્યારે ગઈકાલે સૈફનાં મોટા દીકરા ઇબ્રાહિમનો 20મોં જન્મ દિવસ ઉજવવામાં આવ્યો.

આ નિમિત્તે અભિનેત્રી સારા અલી ખાન તેના ભાઈ ઇબ્રાહિમના જન્મ દિવસ નિમિત્તે શાનદાર તૈયારી કરી હતી. સારાએ મુંબઈની અંદર પોતાના ભાઈના આ દિવસને ખાસ બનાવવા માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલીવુડના ઘણા સિતારાઓ પણ સામેલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

ઇબ્રાહિમના જન્મ દિવસની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ તસવીરો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ બી-ટાઉનના આ બિન્દાસ ભાઈ બહેનને ખુબ જ પ્રેમ પણ આપી રહ્યા છે. સારા અને ઇબ્રાહિમના આ વીડિયો એ સ્પષ્ટ કરી આપે છે કે તે બંને ભાઈ બહેન જ નહીં એક સારા મિત્રો પણ છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

ઇબ્રાહિમના જન્મ દિવસની પાર્ટી સૈફ-કરીનાના ઘરે રાખવામાં આવી હતી. આ પાર્ટની અંદર ઘણા બૉલીવુડ સિતારાઓ અને સ્ટાર કિડ્સ પણ જોવા મળ્યા હતા. ઇબ્રાહિમ તેની બહેન સારા સાથે સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યો હતો.

ઇબ્રાહિમના પિતા સૈફ અલી ખાન પણ દીકરાના જન્મ દિવસ માટે સમય સર ઘરે પહોંચી ગયો હતો. સૈફ અલી ખાને શુક્રવારના રોજ કોવિડ-19ની રસી લગાવી હતી.

સુનિલ શેટ્ટીની દીકરો અહાન શેટ્ટી પણ ઇબ્રાહિમના જન્મ દિવસમાં હાજરી આપવા માટે પહોંચી ગયો હતો. અહાન ફિલ્મ “તડપ” દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતરીયા નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

ઇબ્રાહિમના જન્મ દિવસની પાર્ટીમાં અભિનેત્રી અલ્યા ફર્નિચર વાલા, પ્રોડ્યુસર સ્મિતા ઠાકરેના દીકરી ઐશ્વર્ય ઠાકરે સાથે સ્ટાઈલિશ અંદાજમાં સ્પોટ થઇ હતી.

અભિનેતા વરુણ ધવનની ભત્રીજી અંજની ધવન પણ ઈબ્રાહીમની પાર્ટીમાં જોવા મળી. અંજની સોશિયલ મીડિયા ઉપર ખુબ જ પ્રખ્યાત છે અને જલ્દી જ તે બોલીવુડમાં પ્રવેશી શકે છે તેવી ધારણાઓ પણ લગાવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તો આ દરમિયાન બોલીવુડના કિંગ શાહરુખ ખાનનો દીકરો આર્યન પણ આવી પહોંચ્યો હતો. તેનો પણ ખુબ જ સ્ટાઈલિશ અંદાજ જોવા મળ્યો હતો.

તો ઇબ્રાહિમના આ જન્મ દિવસની પાર્ટીમાં અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનો દીકરો અરહાન ખાન પણ સ્પોટ થયો હતો

Niraj Patel