હૈદરાબાદના નિઝામ દેશના નહિ પણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, શોખ હતો ખૂબ જ ગંદો

દેશના સૌથી શ્રીમંત નિઝામની શરીરની ભૂખ અને ‘ગંદા-ગંદા’ શોખ જોઈને મન વિચલીત થઇ જશે

ભારતમાં રાજા રજવાડા પાસે ઘણી સંપત્તિ રહી છે. નવાબોની બેસુમાર દોલતની કહાનીઓ તો હજી પણ સાંભળવામાં આવે છે. તેઓ એશ્વર્યભર્યુ જીવન જીવતા હતા. વિદેશોમાં ફરતા હતા. ઘણી બેગમો રાખતા હતા.

તેમાં સૌથી વધારે તો ઠાઠ-માઠ અને ધન-દોલત હૈદરાબાદના નિઝામ પાસે હતી. નિઝામ ઉસ્માન અલી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ પણ રહ્યા પરંતુ તેઓ એટલા કંજૂસ પણ હતા. તેમને મહેમાનોના રૂમમાં કેમેરો છૂપાવી રાખ્યો હતો અને તેઓને ગંદો શોખ પણ હતો. આમ તો ભારતમાં ઘણા નવાબ અને રાજાશાહી પરિવાર થયા છે પરંતુ ધન દોલતમાં હૈદરાબાદના નિઝામની વાત નિરાલી હતી.

તેમની પાસે દુનિયાની સૌથી વધુ સંપત્તિ હતી. તેમણે તેઓએ મહેમાનોના રૂમમાં કેમેરો લગાવ્યો હતો, જેનાથી તે શરીર સુુખનો આનંદ લઇ શકે. કહેવામાં આવે છે કે તેમની પાસે ગંદી પિકચર્સનું સૌથી મોટુ કલેક્શન હતુ. હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી ખાન દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હતા પરંતુ તેમની કંજૂસીના કિસ્સા ઘણા પ્રચલિત છે.

15 ઓગસ્ટ 1947ના રોજ ભારત તમામ સંઘર્ષ બાદ આઝાદ થઇ તો ગયો પરંતુ તે સમયે સરકાર સામે જે સૌથી મોટો પડકાર હતો તે 565 નાની-મોટી રિયાસતના વિલયનો હતો. કારણ કે કોંગ્રેસે પહેલા જ એલાન કરી દીધુ હતુ કે, આઝાદી બાદ આ રિયાસતોનું ભારતમાં વિલય કરી દેવામાં આવશે.

એવામાં આઝાદીના તરત બાદ તેની પ્રક્રિયા શરૂ થઇ ગઇ. વધારે રિયાસતો ભારતમાં વિલય થવા તૈયાર થઇ ગઇ પરંતુ ત્રણ રિયાસત એવી હતી જે જીદ પર અડેલી હતી, તેમાં કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ સામેલ હતુ. આઝાદી સમયે હૈદરાબાદ રિયાસતની ગાદી પર સાતમા નિઝામ મીર ઉસ્માન અલી બેઠા હતા. તેમને વર્ષ 1911માં ગાદી મળી હતી. ચર્ચિત ઇતિહાસકાર અને લેખક ડોમિનિક લાપિયર અને લૈરી કોલિન્સ પોતાના પુસ્તક “ફ્રીડમ એટ મિડનાઇટ”માં લખે છે કે, 1947માં હૈદરાબાદના નિઝામ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ માનવામાં આવતા હતા.

તેમની કંજૂસીના કિસ્સા તો ઘણા ચર્ચિત હતા. નિઝામ વિશે કહેવામાં આવે છે કે, તેમને ગંદી તસવીરો જોવાનો ઘણો શોખ હતો. નવાબે ઘણા લગ્ન કર્યા છે. તેમની 86 રખેલો હતા અને તેનાથી તેમને 100થી પણ વધારે દીકરા હતા. ભારતની આઝાદીની ગાથા લખનાર ડોમિનીક લાપિએર અને લૈરી કોલિન્સ લખે છે કે, તેમને ફોટોગ્રાફીનો અને ગંદી તસવીરોનો ઘણો શોખ હતો. પોતાના આ બંને શોખ મળાવી તેમણે હિંદુસ્તાનમાં ગંદી તસવીરોનો સૌથી મોટો સંગ્રહ જમા કરી લીધો હતો.

પુસ્તકમાં તેઓ લખે છે કે, આ તસવીરોને જમા કરવા માટે તેમણે ગેસ્ટ રૂમમાં દીવાલો અને છતો પર ખૂફિયા રીતે કેમેરા લગાવી રાખ્યા હતા જે તે રૂમમાં થનારી એક એક હરકતની તસવીરો ક્લિક કરતા હતા. નિઝામ એટલા અમીર હતા કે તેમના ખજાના સોના-ચાંદીના દાગીના સહીત હીરા મોતીઓથી ભરેલા રહેતા હતા. પરંતુ નિઝામના ગંદા શોખથી મહેમાન પણ બચી શકતા ન હતા. પુસ્તકમાં કરાયેલ દાવા અનુસાર ગેસ્ટ બાથરૂમના મિરર પાછળ કેમેરો છૂપાવેલો હતો. જેનાથી દેશની જાણીતી વ્યક્તિઓની ગંદી તસવીરો કલિક કરવામાં આવી હતી.

નિઝામ તેની સંપત્તિનું ભરપૂર પ્રદર્શન કરતો હતો. તેણે 4 અરબના એક નાયાબ હીરાને પોતાના ટેબલ પર પેપરવેટ બનાવી રાખેલો હતો. મળવા વાળા જયારે હીરાને પેપરવેટના રૂપમાં જોતા ત્યારે હેરાન રહી જતા. 130 અરબની દોલત સાથે તે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હતા. જનસત્તાના રીપોર્ટ અનુસાર, નિઝામ પાસે એક સમયે 20 લાખ પૌંડ કરતા પણ વધારે રકમ હતી. આ રકમને જૂના સમાચારમાં લપેટી રાખવામાં આવી હતી. દર વર્ષે હજાર પાઉન્ડની નોટ ઉંદર કાતરી જતા હતા.

નિઝામ ઘણા શકમંદ વ્યક્તિ હતા. તેમને હંમેશા એ ડર રહેતો હતો કે કોઇ દરબારી તેમને ઝહેર આપી ગાદી પડાવી લેશે, એવામાં તે જયાં પણ જતા હતા, એક જમવાનું ચાખવાવાળો સાથે લઇ જતા હતા. તેના ચાખ્યા બાદ જ તેઓ જમવાને હાથ લગાવતા હતા. 35 વર્ષો સુધી તેઓ એક જ તુર્કી ટોપી પહેરતા હતા. જેમાં ફફૂંદ લાગી ગઇ હતી અને કેટલીક જગ્યાએ સિલાઇ પણ ઉખડી ગઇ હતી. તેમની પાસે સોનાના એટલા વાસણ હતા કે તેઓ 200 લોકોને એક સાથે તે વાસણમાં જમવાનું આપી શકતા હતા. પરંતુ પોતે ચટ્ટાઇ પર બેસી ટીનની પ્લેટમાં જમતા હતા. જયારે કોઇ મહેમાન સિગરેટ બુજાવી છોડી દેતા તો તેના ટુકડાથી તેઓ સિગરેટ પીતા હતા.

એક એવો પણ કિસ્સો ચર્ચામાં છે જેમાં નિઝામે ૧૯૬૫ માં પાકિસ્તાન સામે લડાઈ કરવા ભારતીય સેનાને ફંડ કરવામાં પાંચ હજાર કિલો ગોલ્ડ દાનમાં આપ્યું હતું. શું આ ખરેખર સાચું છે? હૈદરાબાદના સાતમા નિઝામ મીર ઉસ્માન અલી ખાનની કંજુસીની વાતો તો તમે સાંભળી જ હશે. પરંતુ એ સાચું છે કે હૈદરાબાદ રિયાસત અંગ્રેજોના જમાનામાં ભારતના સૌથી તાકાતવર અને સૌથી પૈસાવાળી રિયાસત હતી.

હવે આપણે મૂળ સવાલ પર આવીએ કે શું ખરેખર નિઝામે ભારતીય સેનાએ માટે પોતાના પર્સનલ કોષથી ૫૦૦૦ કિલો સોનુ દાનમાં આપ્યું હતું? માનવામાં આવે છે કે નિઝામ પાસે ટનો સોનાનો ખજાનો હતો અને કિલોના હિસાબે બેશકિંમતી હાર હતા.

 

થોડાક વર્ષો પહેલા એક RTI ફાઈલ કરવામાં આવી હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું ખરેખર નિઝામે નેશનલ ડિફેન્સ ફન્ડમાં પાંચ હજાર કિલો સોનુ દાન કર્યું હતું? માનવામાં આવે છે કે ભારત સરકાર પાસે ઉસ્માન અલી ખાન દ્વારા દાન કરેલું ૫૦૦૦ સોના બાબતે કોઈ જાણકારી નથી.

એક સમાચાર મુજબ ૧૧ ડિસેમ્બર ૧૯૬૫ માં PM લાલ બહાદુર શાસ્ત્રી અને હૈદરાબાદના નિઝામની વચ્ચે એરપોર્ટ પર મુલાકાત થઇ હતી. બંને વચ્ચે વાતચીત પણ થઇ. પછી એક સાર્વજનિક સભામાં શાસ્ત્રીએ નિઝામને ૪.૨૫ લાખ ગ્રામ સોનુ નિવેશ કરવા માટે તેમને બધાઈ આપી હતી. આ ધન તેમને ગોલ્ડ બોન્ડમાં નિવેશ કર્યું હતું. જેની કિંમત ૫૦ લાખ રૂપિયા હતા. તેમાં સોનાની મહોર હતી. જેની અસલી કિંમત તેની શુદ્ધતાની ઝન્સ પછી જ નક્કી થઇ શકે.

Shah Jina