પતિ બન્યો હેવાન: પત્નીને ઉકળતા પાણીથી નવડાવી, ચોંકાવનારૂ છે કારણ

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી એક ખૂબ જ ડરામણો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં વ્યક્તિએ ક્રૂરતાની તમામ હદ પાર કરી છે. તેણે કથિત રીતે તેની પત્નીને ઉકળતા પાણીથી સ્નાન કરાવ્યું. આરોપી પતિ એટલા માટે નારાજ હતો કે તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો ન હતો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ઉકળતા પાણીથી પત્ની ખરાબ રીતે દાઝી ગઈ
તમને જણાવી દઈએ કે ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. ઘટના બાદ તરત જ પીડિતાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોએ જણાવ્યું કે ઉકળતુ પાણી મહિલાના શરીર પર પડતા તે ખરાબ રીતે દાઝી ગઈ હતી. હાલમાં તેની હાલત ગંભીર છે.

પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો
તમને જણાવી દઈએ કે, પીડિતાને ત્રણ પુત્રીઓ છે. તેની સૌથી નાની પુત્રીનો જન્મ એક વર્ષ પહેલા થયો હતો. આરોપીનું નામ સત્યપાલ છે, પોલીસે તેની વિરુદ્ધ IPC ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

પોલીસ કેસની તપાસમાં લાગી
શાહજહાંપુર ગ્રામ્ય એસપી સંજીવ બાજપાઈએ જણાવ્યું કે વર્ષ 2013 માં પીડિતાના લગ્ન તેના પતિ સાથે થયા હતા. આરોપી સત્યપાલ તેની પત્ની પર પિતાના ઘરેથી 50,000 રૂપિયા લાવવા દબાણ પણ કરતો હતો. તે તેની પત્નીને ખૂબ હેરાન કરતો હતો, તેને ભોજન પણ આપતો ન હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, પીડિતાના પિતાએ આરોપી જમાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદથી આરોપી ફરાર છે. તેની શોધ ચાલુ છે. ટૂંક સમયમાં તે પોલીસની કસ્ટડીમાં આવી જશે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સૈનિકે તેની ગર્ભવતી પત્નીના પેટમાં પાટુ માર્યું
તો બીજી એક ઘટનામાં ગ્રેટર નોઈડાના સુલતાનપુર ગામમાં એક નાના વિવાદમાં એક સૈનિકે તેની ગર્ભવતી પત્નીને પેટમાં પાટુ માર્યું હતુ. આ પછી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પત્નીનું મૃત્યુ થયું. પ્રાપ્ત માહિતી અનુસાર, સુલતાનપુર ગામમાં અંજુમ નામની મહિલાના લગ્ન ઓગસ્ટ 2014 માં થયા હતા. મહિલાનો પતિ ભારતીય સેનામાં છે. પતિએ તેની પત્નીને બિમારીની સ્થિતિમાં કૈલાશ હોસ્પિટલ જેવરમાં દાખલ કરી હતી, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. જીવ ગુમાવનાર મહિલાના સંબંધીઓએ પતિ પર તેના પેટ પર પાટુ મારવાનો આરોપ લગાવ્યો છે.

Niraj Patel