શાહિદ કપૂર તેની પત્ની મીરાથી 13 વર્ષ મોટો છે…પતિ મોટો હોય તો શું ફાયદો? જાણો સન્યાસ શું કહે છે
આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે આપણા સમાજમાં પતિ-પત્ની વચ્ચે ઉંમરના અંતરને એક ટૈબુ માનવામાં આવે છે. કેટલાક જોડા એવા હોય છે જેમની ઉંમરમાં ઘણુ અંતર હોય છે. પરંતુ તે બાદ પણ તેઓ ખુશહાલ જીવન જીવે છે. પતિ-પત્ની વચ્ચે ઉંમરનું અંતર જયારે ચર્ચામાં આવે છે ત્યારે પત્ની જો ઉંમરમાં મોટી હોય અને પતિ નાનો હોય તો લોકો બોલે છે કે માની ઉંમરની મહિલા સાથે લગ્ન કરી લીધા અને પતિ જો મોટો હોય તો લોકો બોલે છે કે, બાપની ઉંમરના પુરુષ સાથે લગ્ન કરી લીધા. એટલું જ નહિ, આ વસ્તુઓને જોતા કેટલાક લોકો તો એવું પણ સમજે છે કે છોકરો અથવા છોકરી બંનેમાંથી એકમાં જરૂર કમી હશે એટલે પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિને જીવનસાથી બનાવ્યો.
એવામાં ઘણા લોકો પતિ-પત્નીના આ પ્રેમના સંબંધને મજબૂરી અથવા તો પૈસાની લાલચનું નામ આપી દે છે. પરંતુ આપણા બોલિવુડ સ્ટાર્સે આ ગંદા વિચારોને પાછળ છોડી તેમના પસંદના પાર્ટનર સાથે લગ્ન કર્યા અને આજે તેઓ ઘણા ખુશ છે. તો ચાલો જાણીએ આવા સ્ટાર્સ વિશે.
1.શાહિદ કપૂર અને મીરા રાજપૂત : આ વાત તો બધા લોકો જાણે જ છે કે શાહિદ કપૂર અને મીરા રાજપૂત બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાંના એક છે. મીરા રાજપૂતને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે દૂર દૂરનો સંબંધ ન હતો અને તે શાહિદ કરતા 12-13 વર્ષ નાની છે તે બાદ પણ તેમણે લગ્ન કર્યા અને હાલ તેઓ ખૂબ જ ખુશહાલ જીવન જીવી રહ્યા છે. તેઓ વચ્ચેની બોન્ડિંગ જબરદસ્ત છે.
2.પ્રિયંકા ચોપરા અને નિક જોનસ : પ્રિયંકા ચોપરા અને નિક જોનસ આજના સમયમાં બોલિવુડના બેસ્ટ કપલ્સમાંના એક છે. આ બંને વચ્ચે પણ ઉંમરનું ઘણુ અંતર છે. પ્રિયંકા નિક કરતા લગભગ 10-11 વર્ષ મોટી છે. આ માટે તેને ઘણીવાર ટ્રોલ કરવામાં પણ આવે છે. આને લઇને પ્રિયંકાએ કહ્યુ હતુ કે, અમારા વચ્ચે બધુ ઠીક છે અને હવે નિક ધીરે ધીરે ભારતીય પરંપરાઓમાં રંગાઇ રહ્યો છે. અમારો સંબંધ પણ બાકી કપલ્સની જેમ છે. અમે સાથે ઘણા ખુશ છીએ.
તમને જણાવી દઇએ કે, મીરા-શાહિદ અને પ્રિયંકા-નિક સિવાય પણ અનેક કપલ્સ એવા છે જેમની વચ્ચે ઉંમરનું અંતર છે, તેમાં નેેહા કક્કર-રોહનપ્રિત સિંહ, સૈફ અલી ખાન-કરીના કપૂર, મિલિંદ સોમન-અંકિતા વગેરે જેવા નામ સામેલ છે. ત્યારે હવે પતિ-પત્નીની ઉંમર વચ્ચેના અંતરને લઇને સાયન્સ શું કહે છે તે જાણીએ.
લગ્ન માટે કપલ વચ્ચે કેટલો તફાવત હોવો જોઈએ, એટલાન્ટાના અમરી યુનિવર્સિટીમાં 3,000 લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં લગ્ન, રિલેશન, છૂટાછેડા અને બાળકો પર થોડો મહત્વપૂર્ણ ડેટા મળ્યો. જો તમે લગ્ન વિશે વિચારતા હોવ તો આ તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે Age is just number એટલે કે ઉંમર એ ખાલી નંબર છે પરંતુ જો બંને વચ્ચે ઉંમરનું અંતર ઓછુ છે તો કપલની અંડરસ્ટેન્ડિંગને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો બંને વચ્ચે ઉંમરનો તફાવત ઓછો હોય તો તેની ઘણી અસર થતી નથી, પરંતુ જો તફાવત વધુ હોય તો સંબંધમાં દરાર આવવાની સંભાવના વધી જાય છે.
1- જે કપલમાં પાંચ વર્ષનો તફાવત હોય છે તેમના વચ્ચે છૂટાછેડાની સંભાવના 18 ટકા છે, જ્યારે માત્ર એક વર્ષનો તફાવત હોય છે તો તેમાં ફક્ત ત્રણ ટકા સંભાવના રહેલી છે. પતિ અને પત્નીમાં 10 વર્ષનો તફાવત છે, તો શક્યતા 39 ટકા વધી જાય છે. જ્યારે 20 વર્ષમાં છૂટાછેડાની શક્યતા 95 ટકા જેટલી છે જે સૌથી વધુ છે.
2- આ માહિતી અનુસાર, જેમાં એક વર્ષનો તફાવત સલામત માનવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, લગ્ન બાદ પતિ-પત્નીનું પહેલુ બાળક થઇ જાય છે તેમાં નિ:સંતાન દંપતિ મુકાબલે છૂટાછેડાની સંભાવના 59 ટકા ઓછી થઇ જાય છે.
3- આ રિસર્ચમાં એક રસપ્રદ વાત એ જાહેર કરવામાં આવી છે કે જે કપલ બે વર્ષ સુધી સાથે રહ્યા છે તેમની વચ્ચે છૂટાછેડાની સંભાવના 43 ટકા ઓછી હોય છે. ત્યાં જે 10 વર્ષ સુધી સાથે રહ્યા છે તેમના અલગ થવાની સંભાવના 94 ટકા ઓછી થઇ જાય છે.
કેટલાક ફેક્ટથી સમજો
હોર્મોન્સ ચેન્જના કારણે છોકરીઓ જલ્દી ઉંમરવાળી દેખાવા લાગે છે, આ માટે એક સમાન ઉંમર હોવા પર પત્ની, પતિથી જલ્દી વૃદ્ધ દેખાવા લાગે છે. એક રીપોર્ટની માનીએ તો છોકરા પર 26 વર્ષની ઉંમરમાં જવાબદારીઓ આવી જાય છે જયારે છોકરીઓને આ અહેસાસ પાંચ વર્ષ પહેલા જ થઇ જાય છે. આ માટે જો છોકરો મોટો હોય તો તે તેની જવાાબદારી સારી રીતે સમજે છે. એક જેવી ઉંમર હોવા પર ફીલિંગ મિસ થશે અને બંનેને પરેશાન થવું પડશે. સમાન ઉંમર વાળા કપલમાં રિસ્પેક્ટની પણ કમી જોવા મળે છે. એજ ગેપ હોવાને કારણે બંને એકબીજાનું સમ્માન કરશે. સાથે એકબીજાને સપોર્ટ પણ કરશે.