દર મહિને પતિને પત્ની અને દીકરીને આપવી પડશે 90 હજારની ખાધાખોરાકી, જાણો શું મામલો છે

પત્નીને દર મહિને 90 હજાર રૂપિયા આપવા કોર્ટનો આદેશ, જાણો શું મામલો છે

છેલ્લા કેટલાક સમયમાં દેશમાં છૂટાછેડા અને ઘરેલુ હિંસાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે હાલમાં એક કેસ ઘણો ચર્ચામાં છે જેમાં મુંબઇની સેશન્સ કોર્ટે એક પતિને તેની પત્નીને ભરણપોષણના 90 હજાર ચૂકવવા આદેશ આપ્યો છે. પત્નીને પણ પતિના જીવન ધોરણ અનુસાર રહેવાનો હક છે. આ ટિપ્પણી સાથે 38 વર્ષીય વ્યક્તિ કે જે એક કંપનીમાં આસિસ્ટન્ટ વાઈસ-પ્રેસિડન્ટ તરીકે કામ કરે છે તેને મુંબઈની સેશન્સ કોર્ટે આદેશ આપ્યો છે કે

તેમણે દર મહિને ખાધાખોરાકી પેટે પત્ની અને 10 વર્ષની દીકરીને 90,000 રુપિયા આપવા પડશે. આ કેસમાં 34 વર્ષીય મહિલાએ પોતાના પતિ અને સસરા જે હવે આ દુનિયામાં નથી રહ્યા તેમના વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. જણાવી દઇએ કે, વર્ષ 2019ના ઓગસ્ટ માસમાં મહિલાએ ખાધાખોરાકીની માગ કરી હતી અને તે બાદથી પતિએ અત્યાર સુધીની ચૂકવણી કરવી પડશે. જાણકારી અનુસાર, પતિની વાર્ષિક આવક 35 લાખ રુપિયા છે

અને 10 લાખ રુપિયા બોનસ મળે છે. મહિલાએ જે પણ ફરિયાદો કરી હતી, તેમાંથી અમુક બનાવોની કોર્ટે ખાસ નોંધ લીધી હતી. મહિલાએ સસરાએ દારૂના નશામાં જબરદસ્તી મીઠાઈ ખવડાવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યુ હતુ કે, તેનો શ્વાસ રુંધાઈ ગયો ત્યાં સુધી મીઠાઈ તેના મોઢામાં નાખી હતી. આ તે જ્યારે ગર્ભવતી હતી ત્યારે જબરદસ્તી ચેક પર સહી પણ કરાવી હતી. આ વાત માટે તેણે ના કહી તો પતિએ તેના પર ત્રાસ ગુજાર્યો હતો. સેશન કોર્ટે જણાવ્યું કે, આ કેસમાં પ્રતિવાદી નંબર 1 અરજી કરનાર મહિલાનો પતિ છે.

આ સ્થિતિમાં પત્નીની સુરક્ષા કરવાની જવાબદારી પતિની હોય છે. જયારે મહિલા ગર્ભવતી હતી ત્યારે સસરા ઘરમાં ધુમ્રપાન કરતા અને આને કારણે તેને તકલીફ થતી હતી. કોર્ટે કહ્યુ કે, આ પ્રકારની સ્થિતિમાં મહિલાના પતિ અને પરિવારના અન્ય સભ્યોએ સસરાને બહાર જઈને ધુમ્રપાન કરવાની ટકોર કરવી જોઇતી હતી. આ કેસમાં પતિ અને તેના પરિવારે આરોપ મૂક્યો હતો કે મહિલા પોતાની મરજીથી ઘર છોડીને ગઈ હતી. કોર્ટે જણાવ્યું કે, મહિલા ઘરેલુ હિંસાનો શિકાર હતી, માટે તે રાજીખુશીથી અને કારણ વગર ઘર છોડીને પિયર ગઈ હતી

તેમ કહી ના શકાય. તેને પિયર જવા મજબૂર કરતી સ્થિતિ ઉભી થઇ હતી, જેના માટે પતિ અને પરિવારના અન્ય લોકો જવાબદાર છે. કોર્ટને મહિલાએ જણાવ્યું કે લગ્ન પછી તરત જ સમસ્યાઓ શરુ થઈ ગઈ હતી અને તેના સાસરિયા તેના પતિના લગ્ન શ્રીમંત પરિવારની દીકરી સાથે કરાવવા માંગતા હતા. જ્યારે તેણે દીકરીને જન્મ આપ્યો તો પરિવારના લોકો નાખુશ હતા.

Shah Jina