આ પતિએ તેની પત્ની માટે બનાવ્યો તાજમહેલ, અંદરનો નજારો જોઈને તમે પણ કહેશો.. વાહ… પ્રેમ હોય તો આવો

આપણા દેશમાં પ્રેમની નિશાની માટે તાજમહેલ ગણવામાં આવે છે, ઘણા પ્રેમીઓ એવા હોય છે જે તેમની પ્રેમિકાને તાજમહેલ બનાવી દેવાનું કહેતા હોય છે, પરંતુ એ ફક્ત હસીન સપના હોય છે. પરંતુ હાલમાં એક વ્યક્તિએ તેની પ્રેમિકા નહીં પરંતુ પત્ની માટે તાજમહેલ જેવું દેખાતું એક શાનદાર ઘર બનાવ્યું છે.

આ ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના બુરહાનપુરમાંથી. જ્યાં પતિએ તેની પત્નીને એક શાનદાર ભેટ આપી છે. આ બનાવવામાં અને તેને સજાવવામાં ત્રણ વર્ષ જેટલો સમય પતિને લાગી ગયો. જાણકારી પ્રમાણે આ ઘરની અંદર ચાર બેડરૂમ, એક કિચન, લાઈબ્રેરી, મેડિટેશન રૂમ પણ છે. આ આલીશાન ઘરનું ક્ષેત્રફળ મિનારની સાથે 90X90 જણાવવામાં આવી રહ્યું છે.

આબેહૂબ તાજમહેલ જેવું દેખાનાર આ ઘર મધ્યપ્રદેશના શિક્ષાવિદ આનંદ પ્રકાશ ચૌક્સેએ બનાવડાવ્યું છે. તેમને જણાવ્યું કે પહેલા તાજમહેલને તાપ્તી નદીના કિનારે બનાવવામાં આવવાનો હતો પરંતુ બાદમાં તેને આગ્રામાં બનાવવામાં આવ્યો. તેમને એમ જણાવ્યું કે જયારે પણ તે તાજમહેલને આગ્રામાં જોતા હતા ત્યારે તેમને દુઃખ થતું કે તે મધ્યપ્રદેશમાં કેમ નથી.

જેના કારણે તેમને તેમની પત્ની મંજુષા ચૌક્સેને ભેટમાં તાજમહેલ જેવું ઘર આપ્યું. ઘર બનાવનારા એન્જીનીયર પ્રવીણ ચૌક્સે જણાવે છે કે આ મુશ્કેલ કામ પૂર્ણ કરવા માટે ત્રણ વર્ષનો સમય લાગ્યો. તેમને જણાવ્યું કે આ ઘરની ઊંચાઈ 29 ફૂટ રાખવામાં આવી છે. જેમાં તાજમહેલ જેવા મિનારની આબેહૂબ નકલ બનાવવામાં આવી છે.

તેમને જણાવ્યું કે આ ઘરની અંદર ફર્શ રાજસ્થાનના મકરાનામાંથી બનાવવામાં આવ્યું છે. ઘરની અંદરની નક્કાશી બંગાળ અને ઇન્દોરના કારીગરોએ કરી છે તો ફર્નિચર સુરત અને મુંબઈના કલાકારો દ્વારા બનાવવામાં આવ્યું છે. ઘરમાં એક મોટો હોલ, બે બેડરૂમ નીચે અને બે બેડરૂમ ઉપર છે.
(તસ્વીર સૌજન્ય:NDTV)

Niraj Patel