મહિલાઓનું પ્રેગ્નેસી ફોટોશૂટ તો ઘણું જોયું હશે, પરંતુ શું કોઈ પુરુષનું પ્રેગ્નેન્સી ફોટોશૂટ જોયું છે ક્યારેય ? શું છે ધડાધડ વાયરલ થઇ રહેલી તસવીરો પાછળની હકીકત

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા અને સાથે જ દુનિયાને કંઈક હટકે બતાવવાની ઈચ્છા દરેક વ્યક્તિની હોય છે. આજે વિવિધ પ્રસંગો ઉપર ફોટોશૂટ પણ જીવનનો એક મહત્વનો ભાગ બની ગયું છે. તેમાં પણ પ્રેગ્નેસી દરમિયાન મહિલાઓ ફોટોશૂટ કરાવીને એ દિવસોને યાદગાર બનાવતી હોય છે. (તમામ તસવીરો, ફેસબૂક:Martyn Wilkes Photography)

સેલિબ્રિટી હોય કે સામાન્ય મહિલા, દરેક વ્યક્તિ પોતાના જીવનના તે ખાસ દિવસોને કાયમ માટે કેપ્ચર કરવા માંગે છે. પરંતુ એક પિતાએ થોડા સમય પહેલા જે કર્યું હતું તેની તસવીરો ખુબ જ વાયરલ થઇ હતી. સ્પેનના એક પિતાએ મેટરનિટી ફોટોશૂટના તમામ નિયમ કાયદાના બંધનોને તોડીને પોતાનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું.

હા, આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ પિતાએ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હોય. આવું કરવાનું કારણ માત્ર લોકોને હસાવવાનું હતું. તે જોવામાં થોડું વિચિત્ર લાગશે, પરંતુ બિલકુલ સ્ત્રીઓની જેમ પોઝ આપીને, આ મોટા પેટવાળા પુરુષે મેટરનિટી ફોટોશૂટને એકદમ નવા સ્તરે લઈ લીધું.

સ્પેનમાં રહેતા ફ્રાન્સિસ્કો પેરેઝનું ફોટોશૂટ કરનાર ફોટોગ્રાફર માર્ટિન વિલ્કેસે ઘણા બધા મેટરનિટી ફોટોશૂટ કરાવ્યા હતા, પરંતુ તે કંઈક ખાસ કરવા માંગતો હતો, જે અલગ પણ હોય અને મજા પણ હોય, તેથી તેને તેનો મિત્ર પેકો યાદ આવ્યો, જેનું સૌથી મોટું પેટ તેને હંમેશા ગર્ભવતી મહિલા જેવો બનાવે છે.

પછી શું હતું, ફોટોગ્રાફર સાહેબે પેકો તૈયાર કર્યો, પેટને ફૂલોથી રંગાવી, તેને શણગારવામાં આવ્યો અને આ અદ્ભુત ફોટોશૂટ કરાવ્યું. પેટ પર નોએલિયાનું નામ લખેલું હતું. જેની પાછળ પણ એક કહાની છે. હકીકતમાં પેકો પહેલેથી જ બે દીકરીઓનો પિતા છે.જ્યારે તેની બીજી દીકરી હતી, ત્યારે તેની પત્નીએ પેકોને પુત્રીનું નામ નોંધાવવા મોકલ્યો હતો.

પરંતુ તે નશામાં હતો અને ભૂલથી તેણે નોએલિયાને બદલે નતાલિયા નામ રજીસ્ટર કરી દીધું. તે ભૂલના બદલામાં, પેકોએ તેની પત્ની માટે આ ફોટોશૂટ કરાવ્યું અને ફોટોશૂટમાં જ પત્નીને ફરીથી ‘નોએલિયા’ આપી. અત્યારે આ તસવીરો દરેકના ચહેરા પર હાસ્ય લાવી રહી છે અને ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. પરંતુ જો આ ફોટોશૂટ લોકોના ચહેરા પર સ્મિત લાવે છે તો આવા ફોટોશૂટ કરાવવામાં શું નુકસાન છે.

 

Niraj Patel