પત્નીને હોસ્પિટલના બેડ પર જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો પતિ, વીડિયોમાં બંનેનો પ્રેમ જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે… જુઓ

હોસ્પિટલમાંથી સામે આવ્યો રડાવી દેનારા દૃશ્યો, બીમાર દાદીના ખાટલા પાસે બેસીને રડતા દાદાને જોઈને હૈયું થઇ ગયું દ્રવિત, જુઓ વીડિયો

Husband Crying to see Wife on Hospital : ઈન્ટનેટ પર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયોની અંદર કેટલીક એવી હૃદયસ્પર્શી ઘટનાઓ જોવા મળતી હોય છે, જેને જોઈને આપણે પણ ભાવુક થઇ જતા હોઈએ છીએ. હાલમાં જ એક દાદા દાદીના એવા જ પ્રેમનો વીડિયો સામે આવ્યો છે, જે જોઈને તમારી આંખો પણ ભરાઈ આવશે.

વાયરલ વીડિયોમાં એક દંપતી બતાવવામાં આવ્યું છે, જેમાં પત્ની હોસ્પિટલના બેડના બિછાને પડેલી છે તો બાજુમાં બેસીને તેનો પતિ ધ્રુસકે ધ્રુસકે રડતો જોવા મળી રહ્યો છે. આ નજારો જોઈને કોઈની પણ આંખો આંસુથી ભરાઈ આવે અને એટલે જ આ વીડિયોને હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પત્ની હોસ્પિટલના બેડ પર સુઈ રહી છે. ત્યારે જ પતિ તેની બાજુમાં આવીને બેસે છે. જેના બાદ પતિ પત્નીની હાલત જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. આ જોઈને પત્નીની આંખોમાંથી પણ આંસુઓ છલકાઈ આવે છે. પત્ની પત્નીને ના રડવાનું પણ કહેતા હોય તેમ દેખાઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

GiDDa નામના ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને જોઈને લોકો પોતાની જાતને પ્રતિભાવ આપવાથી રોકી નથી શકતા. આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે અને ઘણા બધા લોકો ભાવુક કોમેન્ટ પણ કરી રહ્યા છે, તો ઘણા લોકોને આ વીડિયો રડાવી રહ્યો છે.

Niraj Patel