નાની અમથી વાતમાં પતિએ લાકડીના ફટકાથી પત્નીને માર્યો માર, દીકરા પાસે બનાવ્યો વીડિયો, શું કહેશો આવા પતિને

સોશિયલ મીડિયા ઉપર અવાર નવાર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણું પણ કાળજું કંપી ઉઠે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમારું લોહી પણ ઉકલી ઉઠશે.

આ વાયરલ વીડિયોને કૈલાશનાથ યાદવ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે યુપી શ્રાવસ્તી, ભીનગા પોલીસ સ્ટેશનના મછરીહવા ગામનો આ વીડિયો છે. અવાજ સાંભળીને લાગી રહ્યું છે કે પત્નીએ તેના પતિના ખિસ્સામાંથી 10 રૂપિયા કાઢ્યા હતા. જેની સજા પતિએ ખુબ જ ખરાબ રીતે પત્નીને આપી.

પતિ તેની પત્નીને લાકડીના ફટકા મારતો વીડિયોમાં દેખાઈ રહ્યો છે. કૈલાશ નાથે આ વીડિયો શેર કરવાની સાથે યુપી પોલીસને આ વ્યક્તિને સજા આપવાની પણ અપીલ કરી છે.

વીડિયોના શરૂઆતમાં એવું લાગી રહ્યું છે કે આ વ્યક્તિએ તેના બાળક પાસે વીડિયો બનાવડાવ્યો છે. બાળક પણ રડતા રડતા વીડિયો બનાવી રહ્યું છે અને પપ્પા પપ્પા કહીને તેની માતાને છોડાવવાની વિનંતી પણ કરી રહ્યો છે. સાથે જ વીડિયોની અંદર ઘણીવારર એ પણ સંભળાય છે કે પત્ની 10 રૂપિયા કાઢવાને લઈને માંફી પણ માંગી રહી છે.

સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો જોઈને લોકો ખુબ જ ગુસ્સે ભરાયા છે. બધા જ લોકો આ જાનવર પતિને કડક સજા થાય તેવી અપીલ પણ કરી રહ્યા છે. જુઓ તમે પણ આ જાનવર પતિનો વીડિયો..

Niraj Patel