વડોદરામાં સૂરજ અને નિલુ 5 વાગ્યા સુધી દુકાને હતાં, અચાનક જ….બિચારા પરિવારે આખી રાત શોધ્યા પછી આવ્યા દુઃખદ સમાચાર

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને આપઘાત કરી લેતા હોય છે, ઘણીવાર આપઘાત પાછળનું કારણ આર્થિક સંકળામણ હોય છે તો ઘણીવાર પારિવારિક ઝઘડા પણ આપઘાત માટે જવાબદાર બનતા હોય છે. ત્યારે હાલ વડોદરામાંથી એક રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે જેમાં એક દંપતીએ ટ્રેન નીચે પડતું મૂકીને મોતને વહાલું કરી લીધું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા ઉપવન હેરિટેજમાં રહેતા 24 વર્ષીય સૂરજ પાંડે અને તેમની 23 વર્ષની પત્ની નુલુંબેને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પર જઈને ગુડ્ઝ ટ્રેન સામે પડતું મૂકીને પોતાનો જીવ આપી દીધો હતો. આ દંપતી હરની એરપોર્ટ પાસે ક્લિનીંગની વસ્તુઓની દુકાન ચલાવતા હતા. ગત મંગળવારના રોજ તેઓ સાંજે 5 વાગે દુકાન બંધ કરીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યારે એકાદ કલાક જેટલો સમય વિતાવ્યા બાદ આપઘાત જેવું ભયાનક પગલું ભરી લીધું.

મૃતક દંપતિની લાશ મળી આવતા હડકંપ મચી ગયો હતો. રેલવે પોલીસ દ્વારા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તો આ બાબતે મૃતકોના પરિવારજનોને પણ તેમના આપઘાત વિશેની કોઈ જાણ નહોતી. દુકાન બંધ કરીને તે ઘરે પરત ના આવતા તેમણે શોધખોળ કરી પરંતુ ક્યાંય ભાળ મળી નહોતી, જેના બાદ વહેલી સવારે અખબાર દ્વારા ટ્રેન નીચે કૂદીને દંપતીએ આપઘાત કર્યો હોવાની જાણ તેમને થઇ.

જેના બાદ પરિવારજનો સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેમની લાશને કોલ્ડ રૂમમાં મુકવામાં આવી હતી. પરિવારજનોએ દંપતીની ઓળખ કરી હતી. જેના બાદ પોલીસને જાણ કરતા રેલવે પોલીસ પણ હોસ્પિટલ આવી હતી. આ દંપતી મૂળ યુપીના પ્રયાગરાજનું રહેવાસી હતી અને પારિવારિક ક્લેશના કારણે આપઘાત જેવું ગંભીર પગલું ભર્યું હતું. તેમના લગ્નને હજુ બે વર્ષ જ પૂર્ણ થયા હતા.

Niraj Patel