પતિ હોય તો આવો: અનોખી પ્રેમ કહાની, પતિએ દીકરા સાથે મળીને પત્નીનું બનાવ્યુ સુંદર મંદિર, જુઓ તસવીરો

લોકો દેવી-દેવતાઓના મંદિર બનાવે છે. મહાપુરુષોના પણ મંદિર બનાવવામાં આવે છે. પરંતુ એમપીના શાજાપુર જિલ્લામાં પત્નીની મોત બાદ પતિએ પત્નીનું મંદિર બનાવી દીધુ. ઘરના ઠીક બહાર બનાવવામાં આવેલ આ મંદિરમાં દિવંગત પત્નીની ત્રણ ફૂટની ઊંચાઇ વાળી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

શાજાપુર જિલ્લાથી લગભગ 3 કિમી દૂર ગામ સાંપખેડામાં બનેલ મંદિર ખૂબ ચર્ચામાં છે. આ મંદિર તેના પોતાનામાં ખાસ છે કારણ કે આ વિસ્તારના લોકોએ આજ સુધી આવુ મંદિર જોયુ નહિ હોય અને ના તો આવા મંદિર વિશે સાંભળ્યુ હશે. આ મંદિરમાં ભગવાનના રૂપમાં એક મહિલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જેના નિધન બાદ પરિવારના લોકો તેને ભગવાન માને છે. પતિએ દીકરા સાથે મળી ઘર બહાર પત્નીનું મંદિર બનાવી દીધુ.

ગામ સાંપખેડા નિવાસી બંજારા સમાજના નારાયણ સિંહ રાઠોડ પોતાની પત્ની અને દીકરા સાથે રહેતા હતા. પરિવારમાં બધુ સામાન્ય ચાલી રહ્યુ હતુ. નારાયણસિંહની પત્ની ગીતાબાઇ ધાર્મિક કાર્યક્રમોમાં વધારે સમ્મિલિત રહેતી હતી. ભજન-કિર્તનમાં રોજ જવા સાથે સાથે તે ભગવાનની ભક્તિમાં રંગાઇ ગયા હતા. એવામાં પરિવારના દીકરા તેમની માતાને દેવી જ સમજતા હતા, પરંતુ કોરોનાની બીજી લહેર દરમિયાન ગીતાબાઇની તબિયત બગડવા લાગી અને ઘણો ખર્ચ કર્યા બાદ પણ તેમનો જીવ ન બચી શક્યો. 27 એપ્રિલ 2021ના રોજ તેમનું નિધન થઇ ગયુ હતુ.

હંમેશા માતાની સાથે રહેલા દીકરા માતાની કમીને સહન કરી શકતા ન હતા, એવામાં પિતા નારાયણસિંહ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ  પિતા અને દીકરાએ સાથે મળી ગીતાબાઇની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો.ગીતાબાઇના દીકરા લક્કી જણાવ્યુ કે, માતાના જવાથી પરિવાર તૂટી ગયો હતો. એવામાં બધાએ માતાની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યુ.

જિલ્લા મુખ્યાલય પર સ્થિત પ્રતિમાનુ વિક્રય કરવાવાળાને મળીને અલવર રાજસ્થાનના કલાકારોને પ્રતિમા બનાવવાનો ઓર્ડર આપ્યો. લગભગ 1.5 મહિના બાદ પ્રતિમા બનીને તૈયાર થઇ જેને તેઓ ઘરે લઇ આવ્યા. ગીતાબાઇના દીકરા લક્કીએ જણાવ્યુ કે, માતાની પ્રતિમા જયારે બનીને ઘરે આવી તો તેને એક દિવસ ઘરમાં જ રાખી. આ દરમિયાન ઘરના ઠીક બહાર મુખ્ય દરવાજા પાસે પ્રતિમાની સ્થાપના માટે ચબૂતરો બનાવવામાં આવ્યો. બીજા દિવસે વિધિવત પ્રતિમાની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી.

લક્કીએ જણાવ્યુ કે, રોજ સવારે ઉઠી તે માતાને પ્રતિમાના રૂપમાં જોઇ લે છે. લક્કીનું કહેવુ છે કે હવે માતા માત્ર બોલતી જ નથી પરંતુ બધો સમય પૂરા પરિવાર સાથે હાજર રહે છે. બેરછા રોડ સ્થિત ગામ સાંપખેડાના મુખ્ય માર્ગથીજ ગીતાબાઇની પ્રતિમાનું મંદિર દેખાય છે. આ મંદિરમાં પ્રતિમાને પ્રતિદિન પરિજન સાડી ઓઢાવી રાખે છે.

Shah Jina