વાયરલ

ચોર તો તમે ઘણા જોયા હશે, પરંતુ આવો ચોર ક્યારેય નહીં જોયો હોય, એટલી સાંકળી જગ્યામાંથી ચોરી કરવા ઘુસ્યો કે… જુઓ વીડિયો

ચોર ચોરી કરવા માટે અવનવી રીતો અપનાવતા હોય છે, ઘણીવાર ચોર આપણા ખિસ્સામાં રહેલી વસ્તુ પણ સરકાવી લે તો પણ આપણને ખબર નથી પડતી, દુનિયાની અંદર ઘણા શાતીર ચોર છે, જે ચોરી કરવા માટે અલગ અલગ નુસખાઓ વાપરતા હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે ચોરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેને જોઈને આખી દુનિયા હેરાન રહી ગઈ છે. પોલીસવાળા પણ તેનું આ કારનામુ જોઈને હેરાન છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે એક ચોર એટલી નાની જાળીમાંથી ઘરમાં પ્રવેશ કરે છે કે કોઈ વિચારી પણ ના શકે. જોઈને એવું લાગે કે આ જાળીમાંથી તો ફક્ત બિલાડી જેવા પ્રાણીઓ અંદર જઈ શકે, માણસ માટે આ જાળીમાંથી અંદર જવું લગભગ નામુમકીન છે. પરંતુ આ ચોર આ જાળીમાંથી અંદર ઘુસી જાય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક ચોર પોલીસ કસ્ટડીમાં છે, જેના હાથમાં હાથકડી પણ લાગેલી છે. સામે એક ઘરની મોટી બારી છે. પોલીસવાળા ચોરની હાથકડી ખોલે છે. જેના બાદ ચોર બારીમાંથી અંદર ઘૂસતો જોવા મળી રહ્યો છે. આજ કારણ છે કે લોકો ચોરની આ કાબિલિયત જોઈને હેરાન છે, કારણ કે કોઈએ આટલી નાની બારીમાંથી ઘરમાં ઘસુવાની કલ્પના પણ નહિ કરી હોય.

આ વીડિયોને આઇપીએસ ઓફિસર રૂપિન શર્મા દ્વારા ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યો છે, અને કેપશનમાં લખવામાં આવ્યું છે. આ ચોર બારીમાંથી ઘુસ્યો હતો અને તેને ફરીથી આ કરીને બતાવ્યું. વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોને જોઈને લોકો પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે.