ફાઇવ સ્ટાર હોટેલમાં જતા પહેલા જાણો હોટેલના ભયાનક રહસ્યો….

કર્મર્ચારીઓએ ખોલ્યા લગ્ઝરી હોટેલના રાઝ, સત્ય સાંભળીને રહી જશો દંગ…

લગ્ઝરી ફાઈવ સ્ટાર રિપોર્ટ અને હોટેલના કર્મચારીઓને પડદા પાછળના કેટલાક સૌથી ભયાનક રહસ્યોનો ખુલાસો કર્યો હતો. જે હોટેલમાં લગ્ઝરી માટે તમે લાખો રૂપિયા ખર્ચ કરો છો આ સાંભળીને હેરાન રહી જશો. હોટેલ કર્મચારીએ કહ્યું કે રૂમમાં એક એવી વસ્તુ હોય છે જેને ક્યારેય સાફ કરવામાં નથી આવતી. તેના સિવાય રૂમની બુકિંગથી લઈને પણ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે.

1. ખુલી ગયા લગ્ઝરી હોટેલના રાઝ : ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર ઈન્ટરનેટ ફોરમ રેડિટ પર એક યુઝરે સવાલ પૂછ્યો હતો કે જે લોકો ફાઈવ સ્ટાર હોટેલમાં કામ કરે છે તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સવાલ પર 13,800 લોકોએ કોમેન્ટ કરી હતી જેમાં લગ્ઝરી હોટેલના ઘણા એવા ભયાનક ખુલાસા થયા હતા.

2. સાફ નથી કરતા રૂમમાં રાખેલા ગ્લાસ : હોટેલ રૂમમાં રાખેલા ગ્લાસને સરખી રીતે સાફ કરવામાં આવતા નથી. કેમકે હાઉસકિપિંગ સ્ટાફ મેંબર્સની જોડે રૂમ સાફ કરવા માટે અને શણગારવા માટે ખુબ જ ઓછો સમય મળે છે. ઘણીવાર તો જલ્દીમાં ગ્લાસને તે જ કપડાથી સાફ કરવામાં આવે છે જે કપડાથી બાથરૂમ સાફ કરવામાં આવેલું હોય છે.

3. વોશ બેઝિનમાં કે પછી બાથટબમાં કરે છે આવું : આના સિવાય રૂમમાં રાખેલા ગ્લાસને જો ધોવાનો થાય તો હાઉસકિપિંગ સ્ટાફ તે ગ્લાસને બાથરૂમમાં લાગેલા વોશ બેઝિનમાં કે પછી બાથટબમાં ધોઈ દેવામાં આવે છે કેમકે રૂમ સાફ કરતી વખતે તેમની પાસે ડીશવોશ હોતું નથી.

4. ફાઈવ સ્ટાર હોટેલમાં પણ હોય છે મકોડા :  હોટેલના એક જુના કર્મચારીએ કહ્યું કે બજેટ હોટેલ હોય કે ફાઈવ સ્ટાર હોટેલ જ કેમ ના હોય બધી જગ્યાએ બેડ પર મકોડા જોવા મળતા હોય છે. તેમાં હોટેલ કે ત્યાંના કર્મચારીઓની કોઈ ભૂલ નથી હોતી. કારણકે ઘણી વાર ટ્રાવેલર્સ તેમના સામાન જોડે મકોડા લઈને આવતા હોય છે.

5. હોટેલ કર્મચારીઓને આપવામાં આવે છે આવી સખ્ત સલાહ :  એક ફાઈવ સ્ટાર હોટેલમાં કામ કરી ચૂકેલા માણસે કહ્યું કે કર્મચારીઓને સખ્ત સલાહ આપવામાં આવે છે કે તેમને ખાલી હોટેલના બિઝનેસથી મતલબ છે. તેમને એ વાત પર ધ્યાન નથી આપવાનું કે કોણ કોની પત્ની સાથે હોટેલમાં રોકાઈ રહ્યું છે. કપલના અફેરથી તમારે કોઈ મતલબ રાખવાનો નથી.

Patel Meet