બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને કહ્યા વગર જ કરી રહ્યો હતો લગ્ન, પ્રેમિકા મેરેજ હોલમાં પહોંચી અને રડતા રડતા જે કહ્યું તે સાંભળીને તમે પણ હચમચી ઉઠશો

આજકાલ આપણા દેશની અંદર પણ સંબંધોની પ્રથા બદલાઈ ગઈ છે. આજે ઘણા લોકો લગ્ન કર્યા વગર પણ લિવ ઇનમાં રહેવામાં માને છે, અને હવે સરકાર દ્વારા પણ આવા સંબંધોને કાયદેસર માનવામાં આવી રહ્યા છે, પરંતુ ઘણીવાર આવા સંબંધોના કારણે કેટલીક જિંદગીઓ બગડી જતી પણ જોવા મળે છે.

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે, જેમાં મેરેજ હોલની અંદર છોકરો લગ્નના ફેરા ફરી રહ્યો છે અને બહાર તેની સાથે લિવ ઇનમાં રહેનારી પ્રેમિકા “બાબુ બાબુ” કહીને બૂમો પાડી રહી છે.

આ સમગ્ર ઘટના સામે આવી છે હોશંગાબાદ શહેરના કોઠી બજાર સ્થિત મેરેજ ગાર્ડનમાંથી. મેરેજ ગાર્ડનની અંદર એક લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો. તે દરમિયાન જ એક છોકરી રડતા રડતા અને બૂમો પડતા પહોંચી. મેરેજ હોલ દ્વારા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા અને તે યુવતીને અંદર પ્રવેશ આપવામાં ના આવ્યો.

મેરેજ હોલની બહાર જ તે રડી રડી અને “બાબુ બાબુ”ની બૂમો પાડતી રહી. તે પોતાના સંબંધોની દુહાઈ પણ આપી રહી હતી. અને એ પણ કહી રહી હતી કે લગ્ન કરવા હતા તો કરી લેતો, પરંતુ એકવાર કહેવું તો હતું.ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી અને યુવતીને પકડી પોલીસ સ્ટેશન લાવવામાં આવી.

પોલીસ સ્ટેશનમાં જયારે પુછપરછ કરવામાં આવી તો છોકરીએ મેરેજ ગાર્ડનની બહાર હોબાળો મચાવવાનું કારણ પૂછ્યું ત્યારે યુવતીએ પોતાના તૂટેલા દિલની હકીકત ખોલીને સામે રાખી દીધી. યુવતીએ જણાવ્યું કે જે વ્યક્તિના અંદર લગ્ન થઇ રહ્યા હતા તે બીજું કોઈ નહીં પરંતુ એ વ્યક્તિ હતો જેની સાથે લાંબા સમય સુધી પ્રેમમાં રહી છે.  બંને સાથે લિવ ઈન રિલેશનશિપમાં પણ રહ્યા છે. પરંતુ વાત જયારે લગ્નની આવી તો તેને કોઈ બીજીને પસંદ કરી લીધી.

યુવતીની વાત સાંભળ્યા બાદ પોલીસે તેને આ મામલાની અંદર ફરિયાદ લખાવવા માટે ઇચ્છતી હોય તો લખાવવા કહ્યું. પરંતુ યુવતીએ એ કહીને ના પાડી દીધી કે તે બંને લિવ ઈનમાં હતા જેના કારણે તે કોઈ ફરિયાદ દાખલ નહીં કરાવે. જેના બાદ યુવતી ભોપાલ ચાલી ગઈ. જે મૂળ ઉત્તર પ્રેદેશના કાનપુરની રહેવા વાળી જણાવી રહી હતી.

એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે બંને હોશંગાબાદમાં એક પ્રાઇવેટ જોબમાં સાથે હતા. એ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો અને તે એકબીજા સાથે લિવ-ઇનમાં રહેવા લાગ્યા. યુવતીને અચાનક યુવકના લગ્ન વિશે ખબર પડી અને તે જ્યાં લગ્ન ચાલી રહ્યા હતા ત્યાં પહોંચી. પરંતુ કોઈ ફાયદો ના થયો અને તે યુવકને મળી પણ ના શકી.

Niraj Patel