પબમાં એકલી બેઠી હતી મહિલા, ભૂતે સાથે પીધો દારૂ? વીડિયો જોઈને ભલભલા ફફડી ઉઠશે
આજે જમાનો ખુબ જ આગળ વધી ગયો છે, ટેક્નોલોજી પણ કેટલીય આગળ વધી ગઈ છે, ત્યારે આજે મોટાભાગના લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ નથી રાખતા, પરંતુ ઘણીવાર એવી એવી ઘટનાઓ બનતી હોય છે જેના કારણે જે લોકો અંધશ્રદ્ધા અને ભૂત-પ્રેતમાં વિશ્વાસ નથી રાખતા તેમને પણ વિશ્વાસ કરવો પડે છે.
ભૂતને લઈને ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં આપણે વાયરલ થતા જોયા છે, જેને જોઈને આપણને પણ ભૂતની વાર્તાઓ ઉપર વિશ્વાસ આવી જાય. હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ ભૂતનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે પણ વિશ્વાસ આવી જશે કે ભૂત પણ આ દુનિયામાં છે.
સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઇ રહેલો વીડિયો યુકેના એક પબનો છે. જે હાલ ખુબ જ ચર્ચામાં છે અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજની અંદર કેદ થઇ ગઈ છે. જેનો વીડિયો જોતા જ લોકો પણ હેરાન રહી ગયા છે, આ વીડિયોની અંદર પબમાં બેઠેલી એક મહિલા સાથે ભૂત દારૂ પીવા માટે આવતું દેખાય છે.
આ વાયરલ વીડિયો યુકેના પબ “ધ લેન્સડાઉન” નામના પબનો છે. હાલમાં જ તેની સીસીટીવી ફૂટેજ રજૂ કરવામાં આવી છે, જેમાં પબની માલકીનનું ભૂત સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે, એવો દાવો કરવામાં આવ્યો છે. પબની મેનેજરનું કહેવું છે કે આ ભૂત તેમની માલકીન મિસેસ લેન્સડાઉનનું છે. તે મોટાભાગે પબમાં આવીને કોઈપણ કસ્ટમર પાસે બેસી જાય છે.
તેમની આ હરકતના કારણે લોકોમાં ડરનો માહોલ પણ છે. તેમને ધીમે ધીમે પબમાં આવવાનું પણ બંધ કરી દીધું છે. જયારે કોઈ વ્યક્તિ અચાનક ખુરશી હલવાની ફરિયાદ કરે છે તો પબના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે. તેમાં જ ભૂતના હોવાની સાબિતી મળે છે.