સુરેન્દ્રનગરના ખેતરમાં જોવા મળ્યો એક અદભુત સાપ, માથા ઉપર જોવા મળ્યું નાગમણિ જેવું કૌતુક, વાયરલ થયો વીડિયો

દુનિયાભરમાં ઘણા બધા વિચિત્ર પ્રાણીઓ છે, જે જોવામાં પણ ખુબ જ અલગ અલગ લાગતા હોય છે. ફક્ત સાપની વાત કરીએ તો સાપમાં પણ ઘણી બધી અલગ અલગ પ્રજાતિઓ આવતી હોય છે. ઘણી એવી દુર્લભ પ્રજાતિઓ હોય છે

જેને ઘણીવાર આપણે પણ પહેલીવાર કદાચ જોતા હોઈએ. આવા સાપના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે, ત્યારે હાલ સુરેન્દ્રનગરમાંથી એક વીડિયો સામે આવી રહ્યો છે જેમાં ખેતરમાં એક વિચિત્ર સાપ જોવા મળ્યો હતો.

વાયરલ થઇ રહેલો આ વીડિયો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વડિયા ગામની સીમનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વીડિયોની અંદર જે સાપ જોવા મળી રહ્યો છે તે અચરજ પમાડે તેવો છે, આ સાપ સફેદ અને કાળા પટ્ટા વાળો દેખાય છે, પરંતુ અચરજની વાત એ છે કે તેના માથે શીંગડા જેવું પણ કંઈક દેખાઈ રહ્યું છે. જેના કારણે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ સાપને લઈને લોકોમાં પણ આશ્ચર્ય ફેલાઈ રહ્યું છે. કોઈ આ સાપના માથે જોવા મળી રહેલી વસ્તુને નાગમણિ કહી રહ્યું છે તો કોઈ તેને શીંગડા પણ કહી રહ્યું છે.  ત્યારે હજુ પણ આ સાપને લઈને લોકોમાં કુતુહલ જોવા મળી રહ્યું છે કે આખરે સાપના માથે શીંગડા જેવી દેખાતી આ વસ્તુ આખરે છે શું ?

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

સામાન્ય રીતે આપણે ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓમાં શીંગડા જોતા હોઈએ છીએ, પરંતુ સાપના માથે આવા શીંગડા જોવા એ ખુબ જ અચરજની વાત છે. વાયરલ વીડિયોમાં એક ખેતરની અંદર એક વ્યક્તિ મોબાઈલ લઈને સાપનો પીછો કરતા જોવા મળી રહ્યા છે. જયારે સાપ કેમેરાની નજીક આવે છે ત્યારે તેને જોઈને કોઈને પણ હેરાની થઇ જાય. ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે આ સાપે દેડકો ગળ્યો હોવાના કારણે પણ આમ દેખા રહ્યો છે, તો ઘણા લોકોના કંઈક અલગ જ તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. જો કે આ વીડિયોની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું.

થોડા સમય પહેલા એક અન્ય વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં દુનિયાનો સૌથી મોટો ડ્રામેબાઝ સાપ કેમેરામાં કેદ થયો હતો. આ વીડિયોમાં તમે જોશો કે સાપ મરવાનું નાટક કરી રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે માણસના અવાજ પછી સાપ મરવાની એક્ટિંગ કરતો જોવા મળે છે. વીડિયોમાં સાપની અદભુત એક્ટિંગ જોઈને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. વીડિયો જોઈને તમારા મોઢામાંથી એ વાત નીકળી જશે કે તમે આનાથી વધુ ડ્રામેબાડ સાપ નહીં જોયો હોય.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ખતરનાક સાપ ક્યાંક જઈ રહ્યો છે. દરમિયાન, તેને એક વ્યક્તિનો અવાજ સંભળાય છે. જેમ જ સાપને લાગે છે કે તે વ્યક્તિથી જોખમમાં છે, તે તરત જ પલટાઈ જાય છે અને મરવાનો અભિનય કરે છે. તમે જોઈ શકશો કે વ્યક્તિ તેને ઉપાડે છે અને તેની હથેળી પર મૂકે છે, પરંતુ તે દરમિયાન પણ સાપ અભિનય કરતો રહે છે. જ્યારે તે વ્યક્તિ તેને સીધો કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે સાપ તેની જીભ બહાર કાઢીને મરવાનો અભિનય કરતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by 🌎 EarthPix 🌎 (@earthpix)

ડ્રામેબાઝ સાપનો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને Earthpix નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે તેને જોવાની હરીફાઈ જોવા મળી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. મોટાભાગના યુઝર્સ સાપની એક્ટિંગની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે ‘હોગ્નોઝ સ્નેક’ તેની શાનદાર એક્ટિંગ માટે પ્રખ્યાત છે.

હાલમાં એવા જ એક સાપનો ઈંડુ ગળી જતો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ટ્વિટર પર આ ક્લિપ શેર કરતાં @Geethanjali_IFS લખ્યું – ઈંડાં ખાતો સાપ. કુદરત ક્યારેય આશ્ચર્યજનક અટકતી નથી. ક્લિપને એક મિલિયનથી વધુ વ્યૂઝ અને લગભગ 377 લાઈક્સ મળી છે. આ સાથે સેંકડો યુઝર્સે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. જ્યારે કેટલાક યુઝર્સે લખ્યું કે આ વીડિયો ડરામણો છે તો કેટલાકે લખ્યું કે આ ખૂબ જ અદભૂત નજારો છે.

આ વીડિયો 1.03 મિનિટનો છે, જેમાં એક નાનો સાપ ઈંડું ગળી રહ્યો છે. નવાઈની વાત એ છે કે ઈંડું સાપના મોં કરતા ઘણું મોટું છે, પરંતુ તેમ છતાં તે ધીમે ધીમે આખું ગળી જાય છે. જો કે, જ્યારે ઈંડુ તેના મોઢામાં ફસાઈ જાય છે ત્યારે તેનો ચહેરો જોવા જેવો હોય છે. એક ક્ષણ માટે, તે શરીર ફુલાવી લેનારી પફર ફિશ જેવું લાગે છે. જોકે, સાપનું આ રૂપ જોઈને લોકો પણ ડરી ગયા છે. ત્યારે જ ક્લિપ જોયા બાદ કેટલાક યુઝર્સે તેને ડરામણી અને ચોંકાવનારી ગણાવી છે.

ત્યારે ઇન્ટરનેટ ઉપર આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સાપ કોઈ જીવનો શિકાર કરે છે ત્યારે તેને જીવતા ગળી જતા હોય છે. તમે ઘણીવાર સાપને ઉંદરનો શિકાર કરતા જોયા હશે. પરંતુ આ રીતે સાપને ઈંડા ગળતો જોવાનો નજારો લોકો માટે પણ ખુબ જ અધભુત બની ગયો જેના કારણે આ વીડિયો વાયરલ થઇ ગયો.

Niraj Patel