હોંગકોંગ દેશ પોતાની ચમચમાતી ઇમારતો, લગ્ઝરી લાઇફસ્ટાઇલ, મોંઘા રેસ્ટોરેન્ટ્સ તેમજ અર્થવ્યવસ્થાને લીધે ખુબ ફેમસ છે. આ દેશની અર્થવ્યવસ્થા ખુબ ઝડપથી આગળ વધી રહી છે. એવામાં આ દેશને જોઈને કોઈ એવું ન વિચારી શકે કે અહીંના લોકોનું જીવન ખરાબ પણ હોઈ શકે! તમને એ જાણીને નવાઈ લાગશે કે હોંગકોંગમાં એવી આબાદી પણ છે જ્યા લોકો ખરાબ પરિસ્થતિમાં જીવી રહ્યા છે.
અહીં આ લોકો ‘કોફીન હોમ’માં પોતાનું જીવન વીતાવવા માટે મજબુર છે. આ નાના એવા રુમમાં એક ટોયલેટ, કિચન અને બેડ પણ હોય છે. પણ આવા રૂમમાં રહેવાના વિચાર માત્રથી તમે હેરાન રહી જશો કેમ કે આ નાના એવા રૂમમાં સમાનની વચ્ચે સૂવું અને હાથ પણ હલાવવો ખુબ મુશ્કિલ કામ છે. તમે જો આ કોફીન હોમમાં રહેનારા લોકોનું જીવન જોશો તો હેરાન રહી જશો, અહીં આટલી તસવીરો કોફીન હોમમાં રહેતા લોકોની પરિસ્થિતિ દેખાડી રહી છે.
અહીં લોકો જે રીતે ઘરમાં રહી રહ્યા છે તે કોઈ કોફીન એટલે કે શબપેટી સમાન છે જેમાં એક લાશની જેમ પડ્યા રહેવું પડે છે. આગળના ઘણા સમયથી અહીંની અર્થવ્યવસ્થા ખુબ આગળ વધી રહી છે એવામાં લોકો અહીં પૈસા કમાવવા માટે આવે છે. અહીં લોકો રોટી-કપડા તો મેળવી લે છે પણ મકાન મેળવવું મુશ્કિલ બની જાય છે. એવામાં દેશની મોંઘવારી અને ચકાચૌંધ વચ્ચે મજબૂરીમાં લોકોને કોફીન હોમમાં રહેવું પડી રહ્યું છે.
સામે આવેલા આંકડાના આધારે અહીં 2 લાખથી પણ વધારે લોકો આવા ઘરોમાં રહી રહ્યા છે.75 લાખની જનસંખ્યા ધરાવાતા દેશમાં 2 લાખ લોકો આવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે જેની કલ્પના પણ આપણે ન કરી શકીએ. હોંગકોંગમાં ઘર ભાડે રાખવું પણ ખુબ મોંઘુ થઇ ગયું છે.એવામાં ઘણા લોકો રસ્તા પર પણ ગુજારો કરવા લાગે છે પણ અહીંથી તેઓને ભગાડી દેવામાં આવે છે,એવામાં કોફીન હોમ જ આ લોકોનો એકમાત્ર સહારો છે.
6 ફૂટના રુમમા લોકો મુશ્કિલથી પોતાને સમાવી શકે છો. તેમાં તેમને જમવાનું પણ બનાવવાનું છે અને જરૂરિયાતની વસ્તુઓ જેમ કે પંખો, ફ્રિજ અને બેડ પણ રાખવાનો છે. કોફીન હોમ 400 સ્કવેર ફૂટના મકાનના બે ભાગલા પાડીને બનાવવામાં આવે છે ડીલરોને પણ જાણ હોય છે કે રૂમ ભલે નાના હોય છતાં પણ લોકો અહીં એડજેસ્ટ ચોક્કસ કરી લેશે.કોફીન હોમમાં રહેનારા લોકો મોટાભાગે વેટર્સ, સિક્યોરિટીગાર્ડ, ડ્રાઇવર, ડિલિવરી મેન કે ક્લીનરનું કામ કરતા હોય છે.
કોફીન હોમનો ઇતિહાસ ઘણા વર્ષો પહેલાનો છે, તેની શરૂઆત ત્યારે થઇ જ્યારે વર્ષો પહેલા ચીની પ્રવાસીઓ કામની શોધમાં હોંગકોંગ આવ્યા હતા, તેઓને રહેવા માટે કોઈ જગ્યા ન હતી માટે સૌથી પહેલા તેઓના માટે કોફીન હોમ બનાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં કોફીન હોમ લોખંડના બનાવવામાં આવતા હતા. ગરમીમા આ હોમ કોયલાની જેમ ગરમ થતા હતા અને શિયાળામાં ઠંડા થઇ જતા હતા.કોફીન હોમમાં રહેતા લોકોનું જીવન જોઈને તમને પણ દયા આવી જશે.