હોલિકાની રાખથી કરો આ ચમત્કારી ઉપાય, પલક ઝપકતા જ દૂર થશે બધી પરેશાનીઓ

હોલિકાની માત્ર આગ જ નહિ પણ રાખથી પણ દૂર થઇ શકે છે મોટી મુશ્કેલીઓ- જાણો કેવી રીતે

દેશભરમાં રંગોના તહેવાર હોળીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન થાય છે. હોલિકા દહન કરતા પહેલા લોકો તેમાં શરીર પર લગાવેલું ઉબટન નાખે છે. એટલું જ નહીં તેની જ્યોતમાં જવ અને ચણાની બુટ્ટી પણ નાખવામાં આવે છે. હકીકતમાં, એવી માન્યતા છે કે હોલિકા દહનમાં આવું કરવાથી આસપાસની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. હોળીના તહેવારમાં હોલિકા દહન અને તેની રાખનું વિશેષ મહત્વ છે, કારણ કે હોળીકા દહન વિના હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી.

આ વર્ષે હોલિકા દહન આજે થશે અને ધુળેટી 8 માર્ચે દેશભરમાં ઉજવવામાં આવશે. જ્યોતિષમાં ઘણી યુક્તિઓ કહેવામાં આવી છે. પરંતુ હોલિકાની રાખની યુક્તિઓ વધુ ચમત્કારિક છે. આજે અમે તમને હોલિકાની રાખની કેટલીક એવી ચમત્કારી યુક્તિઓ જણાવી રહ્યા છીએ, જેને કરવાથી જીવનની સમસ્યાઓ આંખના પલકારામાં દૂર થઈ જશે. જો તમારી નોકરી કે ધંધામાં કોઈ સમસ્યા હોય તો હોલિકા દહનના સમયે હોલિકાની ઉલટી પરિક્રમા કરતી વખતે તેમાં આક (મદાર)ની જડ નાખવી જોઈએ.

એવી માન્યતા છે કે જે લોકો આ દિવસે આ ઉપાય સાચા મનથી કરીને પોતાની મનોકામનાઓ રાખે છે, તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો અથવા તમે પૈસા કમાઈ રહ્યા છો પરંતુ બરકત નથી નથી એટલે કે મોટા ભાગના પૈસાનો વ્યય થઈ રહ્યો છે તો આ માટે હોલિકા દહનના દિવસે જ્યાં હોલિકા દહન કરવામાં આવે છે ત્યાં દાડમની કલમથી તમારું નામ લખો અને તેના પર લીલો ગુલાલ છાંટો. હોલિકા બળી જાય તો આ રાખ પવિત્ર નદીમાં વહેવા દો. એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

જો તમને એવું લાગે કે તમારા અથવા તમારા પરિવાર પર કોઈએ કોઈ તાંત્રિક ક્રિયા કરી છે, તો હોલિકા દહનના સમયે હોળીની અગ્નિમાં બે લવિંગ, એક બાતાશા અને એક સોપારી તેમજ થોડી ખાંડ નાખો. આ રાખને ચાંદીના તાવીજમાં ભરીને બીજા દિવસે સવારે પહેરી લો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમારા પર જે પણ તાંત્રિક પ્રવૃત્તિ અથવા નકારાત્મક ઉર્જા હશે તેનો નાશ થશે. જો કોઈ વ્યક્તિ વારંવાર બીમાર રહે છે, તો તેના માટે તેણે હોલિકા દહનની રાખને કપડામાં બાંધીને તેને માથા પરથી સાત વાર ફેરવી તેને માટીમાં દાટી દો. તેમજ હોલિકા દહનની રાખ કોઈ બીમાર વ્યક્તિના પલંગ પર છાંટો. આમ કરવાથી તમામ રોગો દૂર થાય છે.

Shah Jina